fbpx
Thu. Aug 22nd, 2019

અમુલ ડેરી એ પોતાની નવી પ્રોડક્ટ રજુ કરી : ઉટડી નું દૂધ

અમુલ રોજ 10000 લિટર ઉંટડીના દુધ ના વેચાણ ની આશા.હાલમાં અમદાવાદમાં આ દૂધનું વેચાણ શરૂ થયું છે અને તેનાથી બનેલી ચોકલેટ પણ લોકપ્રિય બની ગઈ છે. ટેટ્રા પેકેટ થી ઉંટડીના દુધની ગુણવત્તા વધાર છે લગભગ ૮૦ દિવસ સુધી દૂધ ખરાબ નહીં થાય.

અમૂલ ફેડરેશન ના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢી એ જણાવ્યું કે અમે આખા દેશમાં ઊંટના દૂધનું વેચાણ કરવા જઈ રહ્યા છીએ અને અમને રોજના ૧૦ હજાર લીટર દૂધનું વેચાણ થવાની આશા છે. ઊંટડીનું દૂધ મેળવવા માટે ભુજની સંસ્થા સહજીવન અને કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ના માધ્યમ થી ઉઠ પાલકોને સંગઠિત કરવામાં આવ્યા છે.

ફ્લેવર ઊંટડીનું દૂધ બજારમાં લાવવાની યોજના.
અમુલ એ ઉંટડીના દુધ ના લોન્ચિંગ પહેલા તેના દૂધથી બનેલી ચોકલેટ બજારમાં ઉતારી હતી. તેને સતત સારો પ્રતિસાદ મળ્યા બાદ અમુલ ફ્લેવર ઊંટડીનું દૂધ બજારમાં લાવવાની યોજના કરી છે.

સેલ્ફ લાઈફ વધારવા માટે દૂધને ટેટ્રા પેકેટ માં વેચવામાં આવશે.
કચ્છની સીમા ઉપર આવેલા ડેરીના ચેરમેન વાલમજી હમ્બલે જણાવ્યું કે ઉંટડીના દુધની સેલ્ફ લાઈફ સામાન્ય પેકેટમાં ચાર દિવસની છે. હવે જ્યારે દેશભરમાં પહોંચાડવાની તૈયારી ચાલી રહી છે ત્યારે તેની સેલ્ફ લાઈફ વધારવા માટે ટેટ્રા પેકેટ માં વેચવામાં આવશે. આ દૂધ 80 દિવસ સુધી ખરાબ નહીં થાય.

ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે ઊંટડીનું દૂધ.
ઊંટડીનું દૂધ પચાવવામાં સહેલું છે આ ઉપરાંત એના ઘણા બીજા ફાયદાઓ પણ છે. તેમાં ઇન્સ્યુલિન પ્રોટીનની માત્રા વધુ હોવાના કારણે તે ડાયાબિટીસથી પીડાતા લોકો માટે ફાયદાકારક છે. ઊંટડીના દૂધનો ઉપયોગ હજારો વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓમાં થતો આવ્યો છે. આરોગ્ય ના વિવિધ ફાયદા ને જોતાં આ દૂધના કારણે બજારમાં એક નવું ક્ષેત્ર ખુલ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…