આ પટેલ ખેડૂત ભાઈએ ઓર્ગેનિક પદ્ધતિથી એવા ઘઉંની જાત વિકસાવી કે, કેન્સર જેવા ગંભીર રોગોનું પણ આવશે નિવારણ

Share post

હાલમાં ગુજરાતનાં ખેડૂતો ખેતી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યાં છે ત્યારે ખેડૂતો વિવિધ પાક તેમજ ફળોની ખેતીમાંથી મબલખ કમાણી કરી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં આવેલ અમરેલી જીલ્લામાંથી ખેડૂતો માટે એક અગત્યનાં સમાચાર સામે આવી રહ્યાં છે. જે ખેઉદ્તોને ખેતી ક્ષેત્રમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલ ગોઢાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે કેન્સર જેવા ગંભીર રોગની સામે લડી શકે એવા પર્પલ જાંબલી રંગના ઓર્ગેનિક ઘઉંનું વાવેતર કરતા આ જાંબલી ઘઉંને જોવા માટે લોકો દોડી આવ્યા છે.

ખાસ કરીને તો આ ઘઉંની ખાસિયત જોવામાં આવે તો ફાઈબર તથા ન્યુટ્રીસીનના ગુણધર્મોથી ભરપુર આ ઘઉં કેન્સર જેવા રોગની સામે ફાયદાકારક સાબિત થાય છે. પોતાની કોઠાસુઝથી તથા ઓર્ગેનિક પદ્ધતિથી ઘઉંનું વાવેતર શરુ કર્યું છે. આ ઘઉં હાલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. ગૌમૂત્ર, બેસન, દેશી ગોળ, છાશ જેવા દ્રવ્યોનો ઉપયોગ કરીને હાલમાં આ ખેડૂતે કુલ 3,000 રૂપિયાના મણની કિંમતમાં ખેતર માં ઉગેલ ઘઉં ખેડૂતે વેચી નાખ્યા છે તથા ઓર્ગેનિક ખેતીમાંથી લાખો રૂપિયાનો ફાયદો ખેડૂતે મેળવ્યો છે.

સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ઘઉંનું ઉત્પાદન લેવામાં આવે છે :
લીલિયા તાલુકામાં આવેલ ગોઢાવદર ગામમાં રહેતા ભરતભાઈ નારોલા નામના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી ઘઉંનું વાવેતર કર્યું છે. ભરતભાઈ નારોલાએ કુલ 50 વીઘામાં 4  જાતના ઘઉં વાવેતર કર્યું છે. આ ઘઉંમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર પર્પલ જાંબલી રંગના ઘઉં છે. તેની સિવાય ટુકડા, બંસી, લોકવન ઘઉંનું વાવેતર કર્યું છે. ઘઉંને જોવા માટે લોકો દુર-દુરથી આવે છે. આ ઘઉંના ઉત્પાદનમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી ઘઉંનું ઉત્પાદન લેવામાં આવે છે.

ગાયનું છાણ, છાશ, ગોળ તથા ગૌમૂત્રનો ઉપયોગ કરીને જીવામૃત બનાવવામાં આવે છે :
ભરતભાઈ નારોલાએ જે રીતે ઘઉંનું વાવેતર કર્યું છે તેને જોવા માટે આસપાસનાં ખેડૂતો પણ આવે છે. ઘઉંનું વાવેતર ઓર્ગેનિક રીતે કરવામાં આવ્યું છે. જેની માહિતી લેવા માટે પણ આજુબાજુના ખેડૂતો આવી રહ્યા છે. ખાસ પદ્ધતિથી ઓર્ગેનિક લિક્વિડ બનાવીને પાણીની સાથે ઉમેરી ઘઉંનાં પાકને આપવામાં આવે છે. આ લીક્વીડમાં ગાયનું છાણ, છાશ, ગોળ તથા ગૌમૂત્રનો ઉપયોગ કરીને જીવામૃત બનાવી ઘઉંના છોડને આપવામાં આવે છે. અન્ય ખેડૂતો પણ ભરતભાઇ નારોલાની આ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવાની પ્રેરણા લઈને ખેતીની શરૂઆત કરી છે.

પર્પલ કલરના ઘઉં કુલ 3,000 રૂપિયાના પ્રતિ મણનાં ભાવે વેચાય છે :
ગોઢાવદર ગામના ભરતભાઇ નારોલાની ઓર્ગેનિક પદ્ધતિથી જે ઘઉંનું વાવેતર કર્યું છે. ઘઉંનું બુકીંગ પહેલેથી જ થઈ જાય છે. ટુકડા જાતનાં ઘઉં કુલ 700 રૂપિયે પ્રતિ મણ વહેંચાય છે. બંસી જાતનાં ઘઉં કુલ 1,200 રૂપિયે પ્રતિ મણનાં ભાવે વહેંચાય છે. જ્યારે પર્પલ કલરના ઘઉં કુલ 3,000 રૂપિયાના ભાવે પ્રતિ મણનાં ભાવે વેચાય છે. આ ઘઉંનું બુકીંગ પહેલેથી જ થઈ જાય છે.

બીજા ખેડૂતો પણ આ ખેતી કરવા માટે પ્રેરાઈ રહ્યા છે :
ભરતભાઈ નારોલા છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ભરતભાઈ નારોલા પોતાના ખેતરમાં કુલ 4  મોટા ટાકા બનાવવામાં આવ્યા છે. જેમાંથી એક ટાકામાં કુલ 1,000 લીટર પાણી છે. આ પાણીની અંદર ગાયનું છાણ, ગૌમૂત્ર,છાશ,ગોળનું જીવામૃત બનાવવામાં આવ્યું છે. જેને કારણે ઘઉંનો પાક ખુબ જ સારો થાય છે તથા ઘઉંનો ખુબ ઉંચો ભાવ મળી રહે છે. હાલમાં બીજા ખેડૂતો પણ આ ખેતી કરવા માટે પ્રેરાઈ રહ્યા છે.

પૌષ્ટિકની સાથે જ પ્રોટીનથી ભરપૂર ઘઉં :
લીલીયા તાલુકામાં આવેલ ગોઢાવદર ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોઠાસુઝથી પર્પલ કલરના ઘઉંનું ઉત્પાદન કર્યું છે. આ ઘઉં ખૂબ જ પૌષ્ટિક છે. આ ઘઉં પ્રોટીન ભરપૂર છે તથા આ ઘઉં સ્વાસ્થ્યની માટે ખુબ લાભદાયક છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…