આંદોલનની અટકળો વચ્ચે આજે રાત્રે બંગાળ પહોંચતાંની સાથે જ ગૃહમંત્રી અમિત શાહ ખેડૂતનાં ઘરે જઈને કરશે…

Share post

હાલમાં દિલ્હીમાં આક્રમક રીતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે એક સમાચાર સામે આવી રહ્યાં છે. ચૂંટણીની તૈયારીઓની તપાસની સાથે જ મંદિરમાં પૂજા કરશે. આની સાથે જ TMC નેતા સુવેંદુ અધિકારીના ભાજપમાં સામેલ થવાને લઈ થોડી વાતચીત પણ થશે. આની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડૂતના ઘરે જઈને ભોજન કરશે એવું પણ જાણવા મળી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં આવનાર વિધાનસભા ચૂંટણીને લઈ સત્તાધારી તૃણમૂળ કોંગ્રેસ તથા ભારતીય જનતા પાર્ટીના રૂપ આક્રમક જોવા મળી રહ્યા છે. ચૂંટણીની તૈયારીઓની તપાસની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે બંગાળના 2 દિવસીય પ્રવાસ માટે પહોંચશે. પ્રથમ દિવસે બપોરે તેઓ પૂર્વી મિદનાપુરમાં એક ખેડૂતના ઘરે બપોરનું ભોજન કરીને ખેડૂતોને સાધવાનો પ્રયત્ન કરશે. જયારે બીજી બાજુ તૃણમૂળ કોંગ્રેસના કદાવર નેતા સુવેંદુ અધિકારી પણ ભાજપમાં સામેલ થઈ શકે છે.

ખેડૂતના ઘરે ભોજન કરીને સમગ્ર દેશમાં સંદેશ આપવાનો પ્રયાસ :
દેશમાં આક્રમક રીતે ચાલી રહેલ ખેડૂત આંદોલનને લઈ 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે મિદનાપુરમાં એક ખેડૂતના ઘરે ભોજન કરીને ખેડૂતોને સાધવાનો પ્રયત્ન ગૃહમંત્રી અમિત શાહ કરશે. આ વર્ષે નવેમ્બર મહિનામાં પણ તેઓએ એક આદિવાસીના ઘરે ભોજનને પોતાના કાર્યક્મમાં પ્રાથમિકતા આપી હતી.

પાર્ટીમાં સામેલ થઈ શકે છે સુવેંદુ ;
અધિકારી સુવેંદુ અધિકારી નંદીગ્રામ સીટથી વિધાયક છે. અધિકારીએ ગયા મહિને નારાજગીને લીધે તૃણમૂળ કોંગ્રેસ કેબિનેટથી રાજીનામું આપ્યું છે. બુધવારનાં રોજ તેઓએ TMCથી પણ રાજીનામું આપી દીધું છે. રાજ્ય ભાજપના એક વરિષ્ઠ નેતાના અધિકારીએ પાર્ટીમાં સામેલ થવાની અટકળોને સાચી ગણાવી છે. તેઓએ જણાવતાં કહ્યું હતું કે, પબ્લિકની વચ્ચે અધિકારીના હાથમાં પાર્ટીનો ઝંડો તો બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષ આપશે.

ત્યારપછી તેઓ વરિષ્ઠ નેતાની ઔપચારિકતા કરશે. ભાજપના અન્ય એક નેતાએ જણાવતાં કહ્યું હતું કે, સુવેંદુ અધિકારીની નારાજગીનું કારણ રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી તેમજ ચૂંટણીના રણનીતીકાર પ્રશાંત કિશોર રહેલાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post