fbpx
Tue. Oct 15th, 2019

અમિત જેઠવા હત્યા કેશમાં ભાજપના ભૂતપૂર્વ સંસદ સહીત 6 દોશી જાહેર થયા,જાણો વિગતે

આજે આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7ને દોષિત જાહેર કરાયા છે. આરોપીઓને 11 જુલાઇએ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ અને સાંસદ દિનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.

આજે અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઈ કોર્ટે ચુકાદો આપતા ગીરસોમનાથના કોડીનારમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. કોડીનારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોડીનારમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે. હાલ કોડીનારમાં LCB, SOG સહિત 60થી વધુ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

શું છે કેશની વિગત?

જૂનાગઢના 35 વર્ષીય આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું.

કોસમાં સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.

જેઠવા હત્યા કેસની સુનાવણીમાં પૂર્વે 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતા. CBIએ પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 સામે ચાર્જશીટ કરી હતી. આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં હાઇકોર્ટે રિકોલ કરેલા 27 સાક્ષી બીજીવાર પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં. જે કેસમાં શનિવારે સીબીઆઇ જજ કે.એમ.દવેની માનનીય કોર્ટ દ્રારા ચુકાદો આપવામા આવશે.

આ મામલામાં ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ થઇ હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ઘણી આરટીઆઈ કરી હતી. તેમણે ગીર વન વિભાગમાં ગેરકાયદે ખોદકામ મામલે પીઆઈએલ પણ કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…