હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વચ્ચે 24 કલાકમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ- ખુબ મોટા પ્રમાણમાં નુકશાન

Share post

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં અવારનવાર વરસાદની આગાહી કરવામાં આવે છે. આવતીકાલથી જ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 147 તાલુકામાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, સૌથી વધારે 3 ઈંચ અમદાવાદના ધોળકામાં નોઁધાયો છે. આજે સવારથી સામાન્ય વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે અને 22 તાલુકામાં અડધા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા આંકડાઓ અનુસાર, આજે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોધાયો છે. તેમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ અમદાવાદના ધોળકામાં નોઁધાયો છે. જ્યારે દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં પણ 3 ઈંચ જેટલો 72 મિમિ વરસાદ નોઁધાયો છે. અમરેલીના રાજુલામાં 2 ઈંચ, સુરતના ઉમરપાડા અને પાલસણામાં દોઢ ઈંચ, પોરબંદરના રાણાવાવ, ભરૂચના નેત્રંગ, સુરતના માંગરોળ, તાપીના ડોલવણ, પોરબંદર અને મહેસાણાના કડીમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાનાં બેચરાજી, જૂનાગઢના માળીયા, ખેડાના મહેમદાબાદ, કચ્છના અંજાર, દાહોદના લીમખેડા, ભરુચના જગડીયા, ડાંગના સબૂરી, ગીર સોમનાથના વેરાવળ, છોટા ઉદેપુરના સંખેડા, કચ્છના લખપત-માંડવી, જૂનાગઢના કેશોદ, અમરેલીના લીલીયા, તથા ભરુચનાં વાલીયા,જામનગરનાં જામજોધપુર, અમદાવાદના દેત્રોજ,સુરત શહેર તથા વલસાડનાં કપરાડા અને વાપીમાં અર્ધો-અર્ધો ઇંચ વરસાદ પડવા પામ્યો હતો.

કાલે વરસેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા

આજે સવારે 22 તાલુકામાં વરસાદ નોઁધાયો
હવામાન વિભાગના જણાવ્યા આંકડાઓ અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અડધો ઈંચ વરસાદ દાહોદના લીમખેડા અને સુરતના બારડોલીમાં નોંધાયો છે. જ્યારે નવસારી અને સુરતના ઉમરપાડામાં 12 મિમિ, સુરતના મહુવામાં 10 મિમિ, અમરેલીના જાફરાબાદ અને સુરત શહેરમાં 9 મિમિ, નવસારીના જલાલપોર અને જામનગરના કાલાવડમાં 8 મિમિ, જ્યારે સુરતના માંડવી અને તાપીના નિઝરમાં 5 મિમિ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ધોળકામાં 75 મી.મી, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર માં 72 મી.મી વરસાદ, અમરેલીના રાજુલામાં 48 મી.મી વરસાદ, સુરતના ઉમરપાડામાં 39 મીમી વરસાદ, સુરતના પાલસણામાં 36 મી.મી વરસાદ, પોરબંદરના રાણાવાવમાં 32 મી.મી વરસાદ, ભરૂચના નેત્રંગમાં 32 મી.મી વરસાદ, સુરતના માંગરોલમાં 31 મી.મી વરસાદ, તાપીના ડોલવણમાં 29 મી.મી વરસાદ નોંધાયો છે.

હાલમાં સમગ્ર રાજ્યમાં ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેતરોમાં વરસાદના પાણી ભરાય ગયા છે. ચોમાસા વાવેતરમાં પાકને બાદ કરતાં તમામ પાકમાં વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન 48 જેટલાં પાકનું વાવેતર કરવામાં આવે છે. જેમાંથી મગફળી, તલ, બાજરીસોયાબીન આ 4 પાક સરેરાશ કરતાં વધું પ્રમાણમાં વાવવામાં આવ્યા છે. આ પાકમાં ખેડૂતોએ 26 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું છે. જે કુલ 83 લાખ હેક્ટરની સામે 31 ટકા છે. કપાસ 23 લાખ સાથે ગણવામાં આવે 49 લાખ હેક્ટર પ્રમાણે તો 50 ટકા વાવેતર આ પાકમાં જ થયું છે. જેમાં કપાસમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે.

એક તરફ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે તો બીજી બાજુ ખુશીના સમાચારએ છે કે, સૌરાષ્ટ્રમાં ૧૫-૨૦ દિવસનાં અવિરત વરસાદ બાદ આખરે ગઈકાલથી વરાપ નીકળતા રાહતનો શ્વાસ લઈને આજથી ધરતીપુત્રો ખેતીકાર્યમાં જોતરાઈ ગયા હતા. બીજી તરફ રાજકોટ, મોરબી અને દ્વારકા જિલ્લાના મોટાભાગનાં વિસ્તારોમાં આજે વરસાદી પાણી ઓસર્યા હતા. ભાદર ડેમના પુરનાં પાણી પોરબંદરના ઘેડ પંથકમાં આજે પણ જોવા મળ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post