સારા દૂધ ઉત્પાદન માટે અમેરીકાના ખેડૂતો આ પદ્ધતિ અપનાવીને કરી રહ્યા છે મબલખ કમાણી

Share post

તમે અમુક વિડીયો કે ફોટોમાં ગાય ના શરીર માં હોલ જોયા હશે પણ તે ફોટો અને વિડીયો કદાચ તમને ખોટી લાગી હશે. પરંતુ તમને જાણી ને નવાઈ લાગશે કે આ હકીકત છે. તમને જણીને નવાઈ લાગશે કે, અમેરિકામાં ખેડૂતો ગાયના પેટના ભાગે આવો એક હોલ કરે છે. ત્યાના લોકોનું માનવું છે કે, વધારે આયુષ્ય અને ગાય ની સારી માવજત માટે આ પ્રકારના હોલ કરવામાં આવે છે.

ગાયને આપણા દેશમાં પાલતું પશુ નહિ પરંતુ આસ્થાનું પ્રતિક પણ માનવામાં આવે છે. એટલા માટે ભારત દેશમાં ગાય સાથે વધુ પ્રયોગ જોવા મળતા નથી પરંતુ ગાય સાથે એક અલગ જ પ્રયોગ અમેરિકામાં જોવા મળે છે. આ પ્રયોગ વિષે જાણીને તમને વિશ્વાસ નહિ થાય. ખરેખર, અમેરિકામાં અમુક ખેડૂતો પોતાની ગાયની તબિયત જાણવા અને તેને લાંબી ઉમર આપવા માટે ગાયના પેટમાં એક મોટું છિદ્ર કરવામાં આવે છે. હવે તમને વિચાર આવતા હશે કે, ગાયના પેટમાં છિદ્ર કરવાથી ગાયની ઉમર કે રીતે વધી શકે. ચાલો હવે અમે તમને તેના વિષે જણાવીશું.

અમેરિકામાં ગાયની ઉમર વધારવા માટે ગાયના પેટમાં એક મોટું છિદ્ર કરવામાં આવે છે. જોકે, આ છિદ્ર ગાયના પેટમાં ખુબ જ અજીબો-ગરીબ લાગેલાગે છે. પરંતુ આની પાછળ અમેરિકન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ગાયમાં પેટમાં એક મોટું છિદ્ર કરવાથી ગાયને થનાર બીમારીઓ વિષે સરળથી જાણકારી મેળવી શકાય છે. આ છિદ્ર દ્વારા એ પણ જાણી શકાય છે કે, ગાયના પેટમાં સરળતાથી ભોજન પચી રહ્યું છે કે નહિ.

વૈજ્ઞાનિકોએ વધુમાં જણાવતા કહ્યું કે, આ છિદ્ર દ્વારા ગાયના પેટમાં રહેલા બેક્ટેરિયા વિષે પણ સરળતાથી જાણી શકાય છે. ગાયના પેટમાં છિદ્ર કરવાથી તેને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી થતું. પરંતુ ફાયદો થાય છે. આ છિદ્ર કરવાથી ગાયની ઉમરમાં વધારો થાય છે. ગાયના શરીરમાં જે ભાગમાં આ છિદ્ર બનાવામાં આવે છે તેને રૂમીન કહેવામાં આવે છે. જયારે ગાયના પેટ ઉપર છિદ્ર કરવા માટે સર્જરી કરવા આવે છે ત્યારે ગાયને 6 થી 7 મહિના સુધી પરેશાન રહે છે.

જોકે, સફળ ડોકટરો દ્વારા સર્જરી કરવા આવે તો ગાયને દુઃખાવો થતો નથી. ડોકટરો દ્વારા આ છિદ્ર બાદ પ્લાસ્ટીકના ઢાકણ દ્વારા બંધ કરી દેવામાં આવે છે. અને આ ઢાકણ ખોલીને ગાયના પેટમાં જોઈ શકાય છે. અમુક વખત ગાય બીમાર થઈ જાય તો આ છિદ્ર દ્વારા દવા અંદર નાખી દેવામાં આવે છે. કોઈ બીમારી દરમ્યાન ડોક્ટર ગાયના પેટમાં હાથ નાખીને સાફ કરી દે છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોએ ગાય ના વધારે આયુષ્ય અને ગાય ની સારી માવજત માટે નવી પદ્ધતિ શોધી છે.ગાય ના પેટના ભાગ માં એક મોટો હોલ કરવામાં આવે છે અને તેને પ્લાસ્ટિક થઈ પેક કરી દેવામાં આવે છે. આ પદ્ધતિ થી ગાય ના શરીર માં થતી ક્રિયા જોઈ શકાય છે.અને શરીર ની અંદર ની બીમારી નો પણ ખ્યાલ આવી શકે છે.તેમજ ગાય શુ ખોરાક ખાધો છે. અને તે ખોરાક પચે છે કે નઈ તેનો પણ ખ્યાલ આવી શકે છે.

વૈજ્ઞાનિકો ના માટે આ પદ્ધતિ થી ગાય ને નુકશાન થતું નથી પરંતુ ગાય ને આ પદ્ધતિ ખુબજ લાભદાયક નીવડે છે. આ પદ્ધતિ અમેરિકા ના ઘણા ખેડૂતો એ અપનાવી છે અને તેનાથી સારું દૂધ ઉત્પાદન મેળવે છે.અને તેમનું કહવું છે કે આ પદ્ધતિ થી ગાય નું આયુષ પણ વધે છે અને ગાય કોઈ બીમારી થવાની હોય તે ટાળી શકાય છે જો ગાયે કઈ બીજું વધારાનું ખાઈ લીધું હોય તો તેને બહાર કાઢી શકાય છે.

આ પદ્ધતિ કેન્યુલેટેડ પદ્ધતિ કહેવામાં આવે છે આ પદ્ધતિ માં ગયા પેટમાં ઓપરેશન દ્વારા ૮ ઇંચ નું હોલ પાડવામાં આવે છે. અને તેના ઉપર તેને ઢાંકણા વડે બંધ કરવામાં આવે છે. પરતું આ પદ્ધતિનો વિરોધ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…