અમદાવાદમાં ખેડુતોના સમર્થન માટે કોંગ્રેસના કાર્યક્રમમાં 10 નેતાઓ ય ન આવ્યા, જાણો પછી શું થયું

Share post

પંજાબ અને હરિયાણા ના ખેડૂત અદોલનને વિશ્વ અને દેશમાંથી ચોમેરથી સમર્થન મળી રહ્યું છે. અનેક રાજ્યના ખેડૂત નેતાઓ અગ્રણી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થન આવ જઈ રહ્યા છે. આજે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા પણ ગાંધી આશ્રમ ખાતે ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમ કરવાની જોરશોરથી જાહેરાત કરી હતી, પરંતુ કોંગ્રેસના 10 લોકો પણ ભેગા કરી શક્યા નહીં અને હાસ્યાસ્પદ કાર્યક્રમ બની રહ્યો હતો. 7 જેટલા લોકો ગાંધી આશ્રમ પાસે આવ્યા હતા, જેમને ગણતરીની મિનિટોમાં જ પોલીસે પકડીને ડિટેઇન કરી લીધા હતા અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

દિલ્હીની બોર્ડર પર ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોના આ આંદોલનના સમર્થનમાં અનેક લોકો પોતાના અવોર્ડ પરત કરી રહ્યા છે, ત્યારે દેશની અનેક રાજકીય પાર્ટીઓ પણ આ આંદોલનમાં પ્રવેશ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. આજે ગાંઘી આશ્રમ ખાતે ખેડૂત સમર્થનમાં હલાબોલ કાર્યક્રમમાં ભેગા થવાનો કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.

ચૂંટણીઓ સમયે ટીકીટ માટે રાફડો ફાટી નીકળતો હોય છે જયારે ખેડૂત કે જનતાના પ્રશ્ને લડવાની વાત આવે ત્યારે આ કહેવાતા નેતાઓ ગાયબ થઇ જાય છે. તેવી જ રીતે સવારે 10 વાગ્યાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવશે એવી વાતો વહેતી થતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, પરંતુ માંડ એકાદ રળ્યો ખાળ્યો કોંગ્રેસી કાર્યકર દેખાયો હતો અને માંડ 7 લોકો ભેગા થયા હતા, જેમને કોઈ કાર્યક્રમ કરે એ પહેલાં જ પોલીસે પકડીને ડિટેઇન કરી લીધા હતા. બીજી તરફ, કોંગ્રેસના કોઈ મોટો નેતા-પ્રવક્તા પણ અહીં દેખાયા ન હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post