આજે અને આવતી કાલે ગુજરાતના આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ- જાણો શું કહ્યું અંબાલાલ પટેલે?

Share post

હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 23 અને 24 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી-અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી 3-4 દિવસ માટે નદીમાં ભારે પૂરની શક્યતા પણ રહેલી છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરી છે. ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

23 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 23 ઓગસ્ટે, સુરત, નવસારી, વલસાડ, દમણ, નર્મદા, ભરૂચ, ડાંગ, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં પડી શકે છે ભારે વરસાદ પડી શકે છે.

24 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 24 ઓગસ્ટે ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ અને દમણમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…