અંબાલાલ પટેલની આગાહી- જાણો આવનારા દિવસોમાં ક્યા અને કેવો પડશે વરસાદ

Share post

હવામાન વિભાગ દ્વારા સમગ્ર દેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ બહાર પડેલી માહિતી અનુસાર, 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસીમાં 139 એટલે કે સાડા પાંચ ઈંચ વરસાદ નોઁધાયો છે. જ્યારે નવસારીના ચીખલી, ગણદેવી અને નવસારીમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. નવસારીના જલાલપોર અને ખેરગામ, સાબરકાંઠાના તલોદ, પાટણ, વલસાડના ઉમરગામ અને વાપીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપીના ડોલવણ, વલસાડના કપરાડા અને પારડી, નવસારીના વાંસદા, ડાંગના વધઈ, સુરતના બારડોલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના પાલસણા, બનાસકાંઠાના દાંતા, ડાંગના આહવા અને વલસાડના ધરમપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

21 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, સુરત અને નવસારીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

22 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,22 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, આણંદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદ પડશે.

23 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટના રોજ આણંદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

24 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના પાટણમાં અત્યંતભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post