અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી સૌથી મોટી આગાહી, આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ

Share post

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.

હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ છે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ છે. આમ છતાં હજુ ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગોમાં સારા વરસાદના વાવડ નથી. આગામી તારીખ 25, 26માં ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તા.26-27માં ઘણા ભાગોમાં વધુ વરસાદની શક્યતા રહે.

ગુજરાતમાં વરસાદના લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 24 થી 27 જૂને વરસાદ આવશે

ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 25 થી 27 જૂને સમગ્ર ગુજરાતમાં પુન:વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 26 અને 27 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ‌ ‌ગુજરાતમાં‌ ‌ભારે‌ ‌વરસાદની‌ ‌આગાહી‌ કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસરના કારણે 25 અને 26 જૂને એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીમાં વડિયામાં પોણા બેં ઇંચ વરસાદ, જૂનાગઢ અને રાજૂલામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ જ્યારે અમદાવાદ અને થરાદમાં સવા-સવા ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ અમરેલીના વડિયા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢમાં દોઢ ઈંચ, રાજુલામાં દોઢ ઈંચ, મહેમદાવાદમાં સવા ઈંચ, થરાદમાં સવા ઈંચ, સાણંદમાં 1 ઈંચ, વાઘોડિયામાં 1 ઈંચ, ધ્રાંગધ્રામાં 1 ઈંચ, કવાંટમાં 1 ઈંચ, વાંકાનેરમાં પોણો, અમદાવાદમાં પોણો ઈંચ, આણંદમાં પોણો ઈંચ, જસદણમાં પોણો ઈંચ, ધોળકામાં પોણો ઈંચ અને ધાનેરામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં આગામી 30 કલાક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે.

ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ

ભારતીય હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતા બુલેટિન મુજબ, ગુજરાતમાં બુધવારે બોટાદ, અમરેલી, જુનાગઢ, મોરબી, સુરેન્દ્ર નગર, જામનગર, ગીર સોમનાથ, દીવ તથા કચ્છના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી. ગુરુવારે એટલે કે, આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુરુવારથી શનીવાર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગ મુજબ સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…