આ મહિલા મરતા-મરતા કેટલાય લોકોને આપતા જશે નવજીવન

Share post

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ધામમાં રામ પંચાયત આવેલી છે અને આ સાથે અહીં 200 બેડની કોટેજ હોસ્પિટલ સરકાર હસ્તક ચાલી રહી છે,અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે પાછલા ઘણા સમયથી ડાયાલિસિસની વ્યવસ્થા કરવામાં આવી છે તેથી લોકોને પાલનપુર ડાયાલિસીસ માટે જવું પડતું નથી.

અંબાજી ખાતે આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી કરતા કિંજલબેન તિવારીની છેલ્લા પાંચ વર્ષથી કીડની ફેલ થઈ ગઈ હતી અને ત્યારબાદ શરીરના બીજા અંગો કામ કરતા ઓછા થઈ ગયા હતા અને તેમનું હૃદય માત્ર ૩૦ ટકા જ કામ કરતું હતું આ કારણે તેમનું વજન પણ સતત ઘટતું રહેતું હતું અને શરીરમાં નબળાઈ પણ આવી ગઈ હતી.

ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે ત્યારબાદ બીજા અંગો કામ કરતાં થશે.પરંતુ કિડની ન હોવાને કારણે અઠવાડિયામાં ત્રણ વખત કિંજલ બહેનને ડાયાલિસિસ કરાવવું પડતું હતું અને છેવટે અઢી વર્ષ બાદ અમદાવાદની બ્રેઇનડેડ મહિલાની કિડની તાજેતરમાં મળતા તેમના શરીરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે અને તેઓને નવું જીવન પ્રાપ્ત થયું છે અને તેઓ પોતાના અમદાવાદ ખાતે ઘરે આવી ગયા છે.

અમદાવાદ ઘોડાસર માં આવેલા પુષ્પક બંગલા ખાતે રહેતાં જાગૃતીબેન કાછિયા પોતાના પરિવાર સાથે રહેતા હતા અને તેના પતિ સાઉદી અરેબિયા ખાતે છેલ્લા ૧૨ વર્ષથી નોકરી કરે છે તેમને તો વીસ વર્ષનો પુત્ર અને ૧૯ વર્ષની પુત્રી છે.જાગૃતીબેન ને 20 તારીખ ના રોજ ચક્કર આવતાં તેમને મણિનગરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા અને તેમણે વેન્ટી લેટર લગાવવામાં આવ્યું. ડોક્ટરે જણાવ્યું કે તમારા માતાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે અને બચવાના કોઈ ચાન્સ નથી.આ સાંભળીને બંને સંતાનો ઉપર આભ તૂટી પડ્યું અને સાઉદી અરેબિયાથી જાગૃતીબેન ના પતિ રાહુલભાઈ ને બોલાવવામાં આવ્યા અને બંને બાળકોને ડોક્ટરે કહ્યું કે તમારા મમ્મીના શરીર ના બીજા અંગો સારા છે.

ત્યારે બંને સંતાનો એ ઓર્ગન ડોનેટ કરવાનો વિચાર કરીને અંબાજીની કિંજલબેન ની જીંદગી પોતાની માતાથી કિડની આપી ને બચાવી લીધી છે.હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કિંજલબેન ના શરીર માં જાગૃતીબેન કાછીયાની કિડનીનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે અને આજે સાંજે તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post