અલ્પેશ ઠાકોર-ધવલસિંહ સમર્થકો સાથે ‘કમલમ’ પહોંચ્યા, ભાજપમાં જોડાશે, કાર્યકર બનીને કામ કરવા તૈયાર.

Share post

છેલ્લા 15 દિવસથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે આજે ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલા સમર્થકો અને ઓબીસી એકતામંચના આગેવાનો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ પહોંચ્યા છે અને થોડીવારમાં ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપશે.

જો કે ભાજપ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ પુરું નહીં કરે. જેને કારણે અલ્પેશે ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પડશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે.આમ મંત્રી બનવાના સપના જોનારો અલ્પેશ હવે માત્ર કાર્યકર બનીને રહી જશે.

ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post