અલ્પેશ અને ધવલસિંહ ઝાલાએ આપ્યું રાજીનામું, જાણો હવે બંને શું કરવાનું વિચારી રહ્યા છે ?

Share post

આખરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવો રિપોર્ટ સામે આવી રહ્યો છે.

કોંગ્રેસના કેટલાક નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો, કોંગ્રેસમાંથી આવનારા ધારાસભ્યોને ભાજપ દ્વારા મંત્રી પદ આપવામાં આવ્યું છે. ત્યારે હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ શકે છે અને બંને ફરી ચૂંટણી લડીને જીતી શકે છે. તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપમાં જોડાયા પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની બેઠકો બદલાવાની સંભાવનાઓ હતી, પરંતુ હવે આ અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે. ભાજપમાં જોડાયા પછી અલ્પેશ ઠાકોરને રાધનપુરથી અને ધવલસંહ ઝાલાને બાયડથી ચૂંટણી લડાવવામાં આવશે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, જો આ બંને ઉમેદવારો જીતશે તો બંનેને રાજ્યકક્ષાના મંત્રી પણ બનાવવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટીંગ કર્યું હતું અને ત્યારબાદ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. રાજીનામુ આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, જે નેતૃત્વને દેશની જનતાએ સ્વીકાર્યું છે, તેને મેં મત આપ્યો છે. ત્યારબાદ ઈન્ટરવ્યુમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંનેએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાંથી ચૂંટણી લડે તો તેની જીત પણ શક્ય છે. કારણ કે, ભૂતકાળમાં કોંગ્રેસના ઘણા નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. ભાજપે તે નેતાઓને તે જ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારની સામે મેદાને ઉતાર્યા હતા. ત્યારબાદ આ તમામ ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી. જીતેલા કેટલાક નેતાઓને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post