Sat. Apr 4th, 2020

હવામાન વિભાગની દરેક આગાહીઓ થઇ સાચી, ગુજરાતના આ વિસ્તારમાં મેઘરાજા મન મૂકી વરસ્યા. જાણો અહીં

Loading...
Share post

આ વર્ષે રાજ્યના ખેડૂતોને સતત મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો એક સમસ્યાની સામે લડીને માંડ-માંડ પગભર થાય છે ત્યાં તો ખેડૂત બીજી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચોમાસ પછી વારંવાર પડતા કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતાની સ્થિતિમાં મૂકી દીધા છે. પાક વીમા કંપનીઓએ હજુ ખેડૂતોને વળતર નથી આપ્યું ત્યાં ફરીથી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

રિપોર્ટ અનુસાર હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનમાં સર્જાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમા 11 અને 12 માર્ચના રોજ કેટલીક જગ્યા કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર 11 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક કમોસમી વરસાદ શરૂ થયો હતો.

Loading...

જેના ભાગ રૂપે ગુજરાતમાં અમુક જગ્યાએ વહેલી સવારથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. રાજસ્થાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સર્જાઈ હોવાના કારણે હવામાન વિભાગે 11 અને 12મી માર્ચે કમોસમી વરસાદની આગાહી કરી હતી. તેના ભાગરૂપે આજે વહેલી સવારે જામનગર અને લાલપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જામનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રેલમછેલ થઈ ગઈ હતી, બીજી બાજુ રવિપાકોને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે, લણવાના સમયે વરસાદે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાંખી છે.

11 માર્ચના રોજ જામનગર અને લાલાપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભો પાક પલડી જતા તેઓ ચિંતામાં ગરકાવ થયા હતા. બીજી બાજુ બનાસકાંઠાના અમીરગઢ, માલપુર અને મેઘરજ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ વરસાદ પડે તો મોટું નુકશાન થવાની ભીતિ સેવી રહ્યા છે.

આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઇગામના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવ  અને સુઈગામમાં ભારે પવન ફૂંકાયો છે.વાદળછાયું વાતાવરણ બનતા ધરતીપુત્રોને માવઠાનો ભય સતાવી રહ્યો છે..પાકના કાપણી સમયે માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. કમોસમી વરસાદ પડે તો જીરૂ, રાઇ, ઇસબગુલ તેમજ રાજગરાના પાકને નુકસાન થવાની ભીતિ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 12 માર્ચના રોજ બનાસકાંઠા, અમદાવાદ, કચ્છ, ગાંધીનગર, દ્રારકા સહિતના કેટલાક વિસ્તારના વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે અને 12 માર્ચ પછી વાતારણ સુકુ થવાની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલી બે સિસ્ટમના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Loading...
Loading...