કર્ણાટકમાં કોંગ્રેસ-JDSના તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામાં, જાણો હવે કોંગ્રેસ પાર્ટી…

Share post

કર્ણાટકમાં એક પછી એક ધારાસભ્યોના રાજીનામાંથી સંકટમાં આવેલી કોંગ્રેસ-જેડી(એસ) સરકાર પર વધારેને વધારે સંકટના વાદળો છવાઇ રહ્યા છે. સોમવારે પહેલા અપક્ષ ધારાસભ્ય નાગેશે મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધાં બાદ કોંગ્રેસના તમામ 21 મંત્રીઓએ પણ મંત્રી પદ છોડી દીધાં છે. કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલે કહ્યું કે કર્ણાટકના કોંગ્રેસના તમામ મંત્રીઓએ સ્વેચ્છાથી રાજીમામાં આપી દીધાં છે. મંત્રીમંડળમાં ફેરબદલને લઇને પાર્ટી પર નિર્ણય છોડી દીધો છે.

કોંગ્રેસ બાદ જેડીએસના તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસની જેમ જેડીએસના પણ તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. નવી કેબિનેટની પસંદગી જલદી જ કરવામાં આવશે.


આ પગલું એવા સમાચાર વચ્ચે આવ્યું છે જ્યારે તેમના પ્રમાણે ગઠબંધન સરકારે મંત્રીઓએ રાજીનામું આપીને અસંતુષ્ટ નેતાઓને રાજી કરવા માટે કહેવામાં આવ્યુ હતું. જો આ તમામ રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો તો ગઠબંધન સરકાર બહુમત ગુમાવી દેશે. એવા પણ અહેવાલ છે કે કોંગ્રેસના ધારાસભ્ય રહીમ મહમુદ ખાને પણ રાજીનામું આપવાની ધમકી આપી હતી.

સોમવારે સવારે પહેલા અપક્ષ ધારાસભ્ય અને મંત્રી નાગેશે એચડી કુમારસ્વામીને આપેલું પોતાનું સમર્થન પરત લઇ લીધું છે અને સરકારને મોટો ઝટકો આપ્યો હતો. હાલમા જ લઘુ ઉદ્યોગ મંત્રી તરીકે સામેલ કરવામાં આવેલા નાગેશે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી અને મંત્રી પદ પરથી રાજીનામું ધરી દીધું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post