પટેલ યુવાને ગૌમાતાના મુત્રથી બનાવી એવી દવા કે મોંઘીદાટ દવાઓના ખર્ચથી દેશના તમામ ખેડૂતોને મળશે છુટકારો

Share post

દેશની સૌથી શ્રેષ્ઠ અને વૈદિક રીતે ચાલતી બંસી ગીર ગૌશાળાનાં સંચાલક ગોપાલ સુતરીયાનું માનવું છે કે, જો ગાયો અને ખેડૂતો દુઃખી હશે તો દેશ ખુશ નહી રહે. મુંબઈમાં પોતાનો કરોડોનો બીઝનેસ હોવાં છતાં એને ઠોકર મારીને ગોપાલભાઈ અમદાવાદ બાજુ પરત ફર્યા એ પણ ફક્ત ખેડૂતો તથા ગૌસેવા કરવાં માટે જ. અમદાવાદમાં આવેલ શાંતિપુરા વિસ્તાર નજીક વૈજ્ઞાનિક તેમજ ગાય આધારિત ખેતીની શરૂઆત કરી.

ગોપાલભાઈએ શરૂઆતથી જ પોતાનું ધ્યેય નક્કી કરી રાખ્યું છે કે, ગાય આધારિત ખેતી કરીને લોકોનું જીવન સ્વસ્થ તેમજ સારું બનાવવું અને આની માટે તેઓ ગાયોનું એવી રીતે પાલન કરી રહ્યાં છે કે, જેથી ગાયોને પણ કોઈ તકલીફ ન પડે. તેઓ ખેડૂતોને મફતમાં તાલીમ આપીને ગાય આધારિત ખેતીનાં વ્યાપમાં સતત વધારો કરી રહ્યાં છે.

ગાયોના છાણ તેમજ મૂત્ર પર એવું સંશોધન કરવામાં આવી રહ્યું છે કે, જેનાથી ખેડૂતો શૂન્ય બજેટથી ખેતી કરી શકે. ખેડૂતભાઈઓ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે એ માટે તેઓ સતત કાર્યરત રહેતાં હોય છે. આ વર્ષ દરમિયાન મકાઈની ખેતીમાં રોગચાળો આવી આવી જવાથી ખેડૂતોને ખુબ ઓછુ ઉત્પાદન થયું છે. જેના નિરાકરણ માટે ખેડૂતોએ પ્રતિ એકર 25,000 રૂપિયાનો ખર્ચ કરીને પણ દવાનો છંટકાવ કર્યો હતો એમ છતાં કોઈ પરિણામ મળ્યું નહી.

આવા સમયની વચ્ચે ખેડૂતો માટે સતત કાર્યરત રહેતાં એવાં ગોપાલભાઈએ ગાય આધારિત બેક્ટેરિયાનું ઉત્પાદન કર્યું છે કે, જેનાથી ખેડૂતોને તો લાભ થશે જ આની સાથે પાકનું ઉત્પાદન બમણું થઈ જશે. આશ્વર્યજનક વાત તો એ છે કે, આ બેક્ટેરિયા ગોપાલભાઈએ માત્ર 2 રૂપિયામાં તૈયાર કરી બતાવી છે. કેટલીક કંપનીઓ ખેડૂતોને લુંટી રહી છે ત્યારે ગોપાલભાઈએ નિર્ણય લીધો છે કે, આ દવા ખેડૂતોને મફતમાં આપવામાં આવે કે જેનાથી ખેડૂતોના ખર્ચમાં પણ ઘટાડો થાય.

એકવાર ખેડૂતો આ દવાની ખરીદી કરી લે ત્યારબાદ તેઓ ઘરે બેઠા જ એને બનાવી શકે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. આ દવાના ઉપયોગથી જમીન નરમ બનવાથી માત્ર 20% પાણીમાંથી જ ખેતી થઈ શકશે. જળની બચત કરવાં, સ્વાસ્થ્યમાં સુધારો કરવાં તેમજ આર્થિક પરીસ્તિથીમાં સુધારો લાવવા માટે ખેડૂતોની પાસે ગૌમાતા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આજના તમામ ખેડૂતોનું દુઃખી હોવાનું એકમાત્ર કારણ ગાયોની કફોડી બનતી જતી પરીસ્તિથી રહેલી છે એવું ગોપાલભાઈનું માનવું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post