અલખનો ઓટલો નકલંગ નેજાધારી પ્રગટ પીરાણું પરબધામ

Share post

ગુજરાત રાજ્યના આધ્યાત્મિક, સાંસ્ક્રુતિક,પ્રવાસીક અને ધાર્મિક જીલ્લા તરીકે ખ્યાતિ પામેલા જુનાગઢ જીલ્લામાં આવેલ ભેસાણ તાલુકાનાં ભેસાણ ગામ થી 3 કિમી દૂર અને પરબવાવડી ગામની બાજુમાં આવેલું છે આ નકલંગ નેજાધારી પરબધામ,જે જૂનાગઢ જીલ્લા મથકેથી થી 40 કિમી, સોમનાથ થી 120 કી.મી., સૌરાષ્ટ્રના મુખ્યકેન્દ્ર રાજકોટથી 95 કિમી અને અમરેલીથી 65 કિમી થાય છે. જૂનાગઢથી આવનાર શ્રદ્ધાળુઓએ વાયા ભેંસાણ થઈ જઈ શકાય  અને રાજકોટ તરફથી આવતા શ્રદ્ધાળુઓ વાયા જેતપુરથી બગસરા તરફનો માર્ગ લેવો જ્યાં બરવાળા કોલેજની ચોકડી આવે છે ત્યાથી ત્રણ કિમીના અંતરે પરબવાવડી ગામ થઈને પરબધામ છે.

નકલંગ નેજાધારી પ્રગટ પીરાણું પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. તેઓનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજીયાસર ગામના નેસમાં જીવાભગત અને સાજણબાઈના ઘરે થયો હતો. દેવીદાસબાપુ પરબધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા. ધીમે ધીમે જગ્યાનું મહત્ત્વ વધતું ગયું. દેવા ભગતની શ્રદ્ધા અને માનવસેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામભારથીએ દેવા રબારીમાંથી દેવીદાસનું નામ આપ્યું. કરુણામુર્તિ દેવીદાસબાપુએ આજુબાજુનાં ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ભોજન ખવડાવવા લાગ્યાં. રક્તપિત્તિયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા.

દેવીદાસબાપુના સેવા યજ્ઞની વાત દૂર દૂરનાં ગામો સુધી પહોંચી ગઈ હતી. એવામાં અમર મા પણ તેમની સાથે સેવા યજ્ઞમાં જોડાયાં. અમરબાઈ આહીર જ્ઞાતિનાં હતાં અને તેઓ વીસાવદરના શોભાવડલા ગામે રહેતાં હતાં. લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું.રસ્તામાં પરબધામે આ લોકો બપોરા(બપોરનું ભોજન) કરવા માટે રોકાયા હતા. અમરમાં તેમના નણંદ સાથે નકલંગ નેજાધારી પરબના પીરનાં દર્શન કરવા ગયા. અમર માંએ કરુણામુર્તિ દેવીદાસબાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા. આ જોઈ અમર માંનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેઓએ પતિ સાથે જવાના બદલે પરબધામની જગ્યામાં રહેવાનું નક્કી કર્યુ. કરુણામુર્તિ દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં. પછી તેઓને શિષ્યા બનાવ્યાં. શ્રી અન્નપૂર્ણેશ્વરી અમરમાં ઝોળી ફેરવી દેવીદાસબાપુ ને મદદ કરવા લાગ્યાં. આ જગ્યા સાથે જોડાયેલા પરચા પણ એટલા છે. સમય જતાં દેવીદાસ બાપુએ સમાધિ લીધી. ત્યારપછી સમય જતાં અન્નપૂર્ણેશ્વરી અમરમાંએ પણ સમાધિ લીધી હતી.

પરબધામ નિર્માણ: સંત દેવીદાસબાપુએ 350 વર્ષ પૂર્વે અહીં આશ્રમ સ્થાપ્યો હતો. પરબધામમાં નવા મંદિરનું ખાતમુહૂર્ત હાલના મહંત શ્રી કરશનદાસબાપુના ગુરુ સેવાદાસબાપુએ 1982માં કર્યું હતું અને આ મંદિરનું નિર્માણ 1999માં પૂર્ણ થયું હતું. આ નવું મંદિર ભવ્ય અને વિશાળ બનાવાયું છે. મંદિરનાં મુખ્ય આકર્ષણો: દર વર્ષે અષાઢી બીજનો અહીં ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે. આ વર્ષે કોરોના મહામારી ને ધ્યાને લઈને રાજ્ય સરકારની વિનંતીથી પૂજ્ય મહંત શ્રી કરશનદાસ બાપુએ 2020 નો અષાઢી બીજનો મેળો બંધ રાખીને ભાવિકો અને સેવકોને વિડીઓના મધ્યમથી આર્શિવાદ આપેલ છે. આ ઉપરાંત મહા મહિનાની બીજ, દશેરા અને મહંત સેવાદાસબાપુની પુણ્યતિથિ નિમિતે 4 એપ્રિલના અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. લોકડાયરા માં લાખો લોકોસાથે ટોચના કલાકારો પોતાની સંતવાણી ભજન અને સાહિત્યવાણીથી હાજર લોકોને ધાર્મિક રસપાન કરાવે છે.

પરબધામમાં મુખ્ય 9 સમાધિ છે. જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે. પરબધામ માં આરતીનો સમય : સવારે  : 5.00 વાગ્યે, સાંજે 7.30 વાગ્યે. થતી હોય છે  ભાવિકો ને દર્શનનો સમય : સવારના પાંચ વાગ્યાથી સાંજના 7.30 વાગ્યા સુધી. લઈ શકે છે.

પરબધામની સ્થાપના થી અત્યાર સુધીમાં ઘણા ગાદીપતિ આ જગ્યા પર થઈ ગયા અને બધાએ પોતાની ધાર્મિક સુવાસ ફેલાવેલ હતી છેલ્લે સેવાદાસ બાપુ સ્વધામ ગયા પછી તેમના શિષ્ય પૂજ્ય કરશનદાસબાપુ પરબધામના હાલના મહંત છે. પરબધામ જવા માટે નજીકનું રેલવે સ્ટેશન જૂનાગઢ છે, જે 40 કિમી દૂર છે., નજીકનું એરપોર્ટ રાજકોટ છે જે 95 કિમી દૂર છે. પરબધામ ની નજીકનાં ધાર્મિક મંદિરો:

(1). સતાધાર આપગીગા ધામ મંદિર (વીસાવદર) 50 કિમી

(2). ભવનાથ મહાદેવ મંદિર,ભવનાથ તળેટી  37 કિમી.

(3). જલારામ મંદિર – વીરપુર 39 કિમી

ઉતારા સાથે રહેવાની સુવિધા: પરબધામ જેટલું ભવ્ય અને સુંદર છે તેટલી જ ભવ્ય અને સુંદર અહીં રહેવાની વ્યવસ્થા છે. અહીં રહેવા અને જમવાની દરેક શ્રદ્ધાળુ માટે ફ્રીમાં વ્યવસ્થા છે. અહીં કુલ 250 રૂમ છે. મંદિરના ભોજનાલયમાં સવારની 5 વાગ્યાની આરતી પછી ચા પાણીની વ્યવસ્થા હોય છે. સવારે 11.30 થી બપોરે 3 વાગ્યા સુધી અને સાંજે 8 થી રાત્રિના 12 વાગ્યા સુધી જમવા માટે રસોડું ધમધમે છે. બપોર પછી 3 થી 6 ચા-પાણીની વ્યવસ્થા પણ છે. જેની સુવિધાથી લોકોને પાકૃતિક આનંદ સાથે ધાર્મિક આનંદ પણ મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post