ગાય માતા સાથે 40 વર્ષીય મહિલાને આ કામ કરવું ભારે પડ્યું- તમે પણ ચેતજો નહીતર…

Share post

રાજ્યમાં રોજે-રોજ ગુનાખોરીનું પ્રમાણ વધતું રહ્યું છે.ત્યારે અમદાવાદનાં સોલા વિસ્તારની એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક મહિલાને ગાયને રોટલી ખવડાવવી ભારે પડી હતી.ત્યારપછી આખી ઘટનાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદના સોલામાં રહેતી એક મહિલા બપોરના સમયે ગાયને રોટલી ખવડાવવા માટે બહાર આવ્યા હતા,ત્યારે બાઈક પર સવાર ચેઈન સ્નેચરો આવી પડ્યાં હતા,અને મહિલાના ગળામાંથી 70,000 રૂપિયાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

અમદાવાદનો આ કિસ્સો વિશે મળતી જાણકારી મુજબ,સોલામાં આવેલા સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 40 વર્ષીય વ્યાપ્તિબહેન પટેલ મંગળવારે બપોરે કામ કરીને ફ્લેટની નીચે ગાયને રોટલી ખવડાવવા માટે જતાં હતા.

આ મહિલાએ ગાયને રોટલી આપીને ઘરે જઈ રહ્યા હતા,ત્યાં જ ભાગવત વિદ્યાપીઠની પાસે જ 2 ચેઈન સ્નેચરો બાઇક પર તેમની પાસે આવી પહોચ્યાં હતા.હજી તો વ્યાપ્તિબહેન કંઈ પણ કરે તે પહેલા જ બાઈક પર આવેલા ચેઈન સ્નેચરો તેમના ગળામાં હાથ નાખીને 70,000ની મતાની પેન્ડન્ટ સાથેની સોનાની ચેઇન લૂંટીને લઈ ગયાં હતાં.

વ્યાપ્તિબહેન બૂમ પાડે તે પહેલા જ આ બાઇક પર આવેલા શખ્સો પુરઝડપે ભાગી ગયા હતા.આ કિસ્સાની જાણકારી પરીવારજનોને આપતાં જ પોલીસ સ્ટેશને પહોંચી ગયાં હતા.સોલા પોલીસે આ બાબતે આઇપીસી 379A(3), 114 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post