લોકડાઉનમાં પગાર ન મળતા ડ્રાઈવરે લીધો બદલો- શેઠને ભોગવવું પડ્યું લાખોનું નુકશાન

Share post

કોરોનાના મહામારીના કારણે સરકાર દ્વારા સમગ્ર દેશમાં 22 માર્ચના રોજ લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોના રોજગાર-ધંધા બંધ થઈ ગયા હતા. કોરોનાની મહામારીને કારણે અનેક ધંધા રોજગારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ સમયમાં અનેક લોકોને પગાર પણ નહોતા મળ્યા. ત્યારે અનલોકના સમયે અનેક એવી ઘટનાઓ સામે આવી, જેમાં લોકોને મંદીના માર સહન કરવાની વાત પણ છતી થઈ હતી. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી.

મળતી માહિતી અનુસાર, ડ્રાઈવર લોકડાઉનના સમયમાં નોકરી કરતો હતો, બાદમાં તેને માર્ચ સુધીનો પગાર શેઠે આપ્યો હતો. પછી તે નોકરીએ ન આવતા તેને પગાર ન આપ્યો, જેથી ડ્રાઈવરનું મગજ છટક્યું અને શેઠની BMWમાં તોડફોડ કરી હતી. શેઠે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે જીતેન્દ્ર ચેમ્બરમાં રિયલ એસ્ટેટની ઓફિસ ધરાવતા અને લો ગાર્ડન પાસે રહેતા સુજલ રાવલે છ માસ પહેલા ડ્રાઈવરની જાહેરાત આપી હતી. જાહેરાત જોઈને આવેલા કિશન ભરવાડને નોકરી પર રાખ્યો હતો. લોકડાઉનને કારણે કિશને માર્ચ મહિનાથી નોકરીએ આવવાનું બંધ કર્યું હતું. ત્યાં સુધીનો પગાર પણ તેને ચૂકવી દેવાયો હતો. બાદમાં તે ન આવતા તેને પગાર આપવામાં આવ્યો નહોતો. અચાનક જ કિશન 15મી જૂને ઓફિસે પહોંચ્યો હતો. તે નોકરીએ ન આવતા હવે તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.

બાદમાં કિશને કહ્યું કે, પગાર તો હું લઈને જ રહીશ, બાદમાં સાંજે સુજલભાઈ તેમની BMW લેવા ગયા ત્યારે આગળ પાછળની લાઈટો તૂટેલી હતી, ગાડીમાં લિટા પણ હતા અને આશરે બે લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સુજલભાઈએ કિશનને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. જેથી આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post