ગુજરાતના આ શહેરમાં વરસાદી આફતે આવ્યું પૂર, જુઓ તસ્વીરો

Share post

હાલ ગુજરાતમાં એક તરફ કોરોના તેની કહેર મચાવી રહ્યો છે અને બીજી તરફ ધોધમાર વરસાદ તેની કહેર મચાવવાનું ચાલુ કર્યું છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં સોમવારના રોજ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજાએ આંખ બંધ કરી તેની મેધવર્ષા કરી હતી. સમગ્ર અમદાવાદ શહેરમાં બપોરે 3 વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને ચારે બાજુ ભયંકર વાતાવરણ સર્જાનું હતું.

અમદાવાદ શહેરમાં એકધારો બે કલાક સુધી વરસેલા વરસાદને કારણે શહેરનાં મોટાભાગનાં વિસ્તારો જાણેકે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ચારે બાજુ પાણી પાણી જ દેખાતું હતું. અમદાવાદ શહેરનાં અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા.

અમદાવાદ શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરોની અંદર પાણી ભરાયા હતા. અને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રીમોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. કોઈ પણ જગ્યાએથી પાણી ગટરમાં જવાનું નામ નહોતું લઇ રહ્યું. ચારે બાજુ પાણી ઉભરાયેલું જોવા મળ્યું હતું.

તો ઘણા વિસ્તારોમાં તો ધોધમાર વરસાદના કારણે મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. ઠેર-ઠેર જગ્યાએથી મોટા મોટા વ્રુક્ષો ધરાશાયી થયા હતા. આ વૃક્ષોને રસ્તા પરથી હટાવવા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી જ્યારે વરસાદના પાણી અખબારનગર અંડરપાસમાં ભરાતા તેને બંધ કરવામાં આવ્યો હતો.

ઘણી જગ્યાએ પાણીભરાતા વાહનચાલકો અટવાયા હતા. દરેકના વાહનો બંધ પડી ગયા હતા. ધોધમાર વરસાદ થતા વીજીબીલીટી ઓછી થતા વાહનચાલકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. અને દિવસે પણ રાત જેવી અનુભૂતિ થઇ રહી હતી.

ઘણી ઘણી જગ્યાએ રસ્તા પર ખાડા પડતાં કાર ખાડામાં ફસાઈ ગઈ હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આજે અમદાવાદમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રીને કારણે શહેરીજનોને બફારામાંથી રાહત મળી હતી. વરસાદ આવતા જ ગરમીથી રાહત મળી હતી. પણ ચારે બાજુ પાણી પાણી થતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતના અમદાવાદ શહેરમાં સતત બે કલાક સુધી ભયંકર વરસાદ વરસ્યો હતો. ત્યારે શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવાને કારણે અને વરસાદ ચાલુ રહેવાને કારણે વાહન ચાલકોને વીઝીબિલિટી ઘટવાને કારણે ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

અમદાવાદ શહેરનાં શાહીબાગ સિવાય પણ જુહાપુરા, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર, બોપલ, વટવા, જશોદાનગર, આશ્રમ રોડ, એસ.જી.હાઈવે અને મણિનગર સહિતના બીજા ઘણા વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યો હતો. ઘણા વિસ્તારમાં વરસાદને કારણે મેદાનોમાં વરસાદી પાણી ભરાવાને કારણે મેદાનમાં પાર્ક કરેલી કારો પાણીમાં ફસાઈ ગઈ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post