અકસ્માતમાં વાછરડીને ગંભીર ઈજા થતા ગૌમાતાએ જે કર્યું તે જોઈ આંખો માંથી આંસુની ધારા વહી જશે

Share post

પહેલાના જમાનામાં લોકો દ્વારા બોલવામાં આવતી એક ગુજરાતી કહેવત આજે ગાય માતાએ સાબિત કરી બતાવી છે. અને તે કહેવત એટલે કે, ‘માં તે માં બીજા વન વગડાના વા.’ આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. શહેરમાં એક ગાય માતા પોતાની વાછરડીની સારવાર કરાવવા માટે દોડી દોડીને ‘એનિમલ ઈમર્જન્સી વાન’નો રસ્તો રોક્યો હતો. માત્ર એટલું જ નહીં ગાય ભાંભરી ભાંભરીને ઘેરી વળી ટીમને વાડામાં લઈ ગઈ હતી અને પોતાની વાછરડીની સારવાર કરાવી હતી.

અમદાવાદ જિલ્લાના વટામણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ઘણો જ દિલને ટચ થાય તેવો છે. વાયરલ થયેલા વિડીયો પરથી આપણે સમગ્ર ઘટનાની જાણ થઈ જાય છે. અમદાવાદ જિલ્લાના વટામણ રોડ પર એક ગાય પોતાના નાના વાછરડી માટે આજીજી કરતી દેખાઈ રહી છે. તેણે રસ્તામાં એનિમલ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ જોતા જ ગાયે દોટ મૂકી એમ્બ્યુલન્સ રોકી દીધી હતી.

1962 એમ્બ્યુલન્સને ગાયે રોકીને મદદ માટે ગુહાર લગાવી હતી. અબોલા પ્રાણી બોલી શકતું નથી, પરંતુ પોતાની ભાવનાઓથી તે ઘણું બધું સમજાવી જાય છે, ત્યારે ગાયે ભાંભરી ભાંભરીને એમ્બ્યુલન્સ ચાલકને લઈને વાછરડાની સારવાર કરાવી હતી. 1962ની ટીમે વાછરડી પાસે જઈને તેનું રી ડ્રેસિંગ કરી જીવ બચાવ્યો હતો. 1962ના ચાલકે ગાયની આ માતૃત્વ પ્રેમનો વિડીયો બનાવ્યો હતો. આ સમગ્ર ઘટના 6 ઓક્ટોબરની છે અને ખૂબ જ ભાવુક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એનિમલ ઇમર્જન્સી એમ્બ્યુલન્સના ચાલક દ્વારા સમગ્ર ઘટના વર્ણવામાં આવી હતી, તેમણે જણાવ્યું હતું કે, તા..06/10/20ના રોજ અમને ઇમર્જન્સી કેસ મળ્યો હતો તેમાં એક ગાયની વાછડીને વટામણ રોડ પર અકસ્માતમાં એક પગ તૂટી ગયો હતો અને એક પગ ફેકચર થયો હતો. ત્યારે અમે ત્યાં પહોંચીને ફુલ ટ્રીટમેન્ટ આપી હતી. ત્યારબાદ તારીખ 10/10/20 ના રોજ પરમાર વિપુલસિંહ દ્વારા કેસ લઇને અમે ફરી રી-ડ્રેસિંગ કર્યું હતુંને વાછરડીની ફરીથી સારવાર આપી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વાછરડીની બચાવવી તે તો અમારી ફરજ અને અમારું કામ હતું, પણ આશ્ચર્યજનક વાત એ છે કે, તા.08/10/20 ના રોજ અમે તે સ્થળે ત્યાંથી નીકળ્યા ત્યારે વાછરડીની માતા ગાયે અમને જોઈને ગાડી ઓળખી ગઈ હતી, તે અમને પણ ઓળખી ગઈ હતી. ગાય દોડતી આવીને ભાંભરી ભાંભરીને ગાડી જોડે આવેને ઘેરી વળી અને જેમ માં પોતાના દીકરા માટે ડૉક્ટરને બોલાવતી હોય એમ ગાય તેની વાછડી માટે સારવાર કરવા માટે અમને તેની જોડે આવવાનું કહેતી હોય એમ કરતી હતી. અમને પણ ખબર પડી ગઈ એટલે અમે પણ અમારી ફરજ બજાવી અને વાછડી પાસે જઈ ને સારવાર આપી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post