આગામી બે દિવસ સુધી રાજ્યનાં આ વિસ્તારોમાં પડશે હાડ થીજવતી ઠંડી -હવામાન વિભાગે કરી મહત્વની આગાહી

Share post

હવામાન વિભાગ દ્વારા કેટલીક આગાહી કરવામાં આવતી હોય છે. આવી જ એક આગાહી ફરી એકવાર કરવામાં આવી છે. ઉત્તરના ઠંડા પવનની અસર ગુજરાત પર થઇ રહી છે. ગુજરાતમાં શિયાળાના પ્રભુત્વમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. સતત બીજા દિવસે કુલ 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધવામાં આવ્યું છે. શનિવારે નલિયા 3.8 ડિગ્રીની સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું.

જ્યારે અમદાવાદમાં કુલ 12.9 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 2 દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં 24 કલાક સુધી કોલ્ડવેવની અસર જોવા મળશે. શનિવારનાં રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી ગગડીને 27.4 ડિગ્રી તથા લઘુતમ તાપમાન 0.8 ડિગ્રી ગગડીને 12.9 ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યમાં 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. કચ્છ તથા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી પડવાની સંભાવના રહેલી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આગામી 2 દિવસ દરમિયાન ઠંડીનાં પ્રમાણમાં હજુ વધારો શકે છે તથા સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં હવે 2 દિવસ ઠંડીનું જોર હજુ પણ વધશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં આગામી 3 દિવસ 13 ડિગ્રીની આજુબાજુ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહી શકે છે. બીજી બાજુ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન મુજબ અમદાવાદમાં 25 ડિસેમ્બર સુધી સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી શકે છે. ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે.

બનાસકાંઠામાં પણ છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો પારો ગગડી ગયો છે. 7 ડિગ્રી તાપમાન ઘટી જતાં અહીં 8 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે. કોરોના કહેર વચ્ચે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે અવનવા પ્રયાસો કરે છે. ગરમ કપડાં તો પહેરે જ છે એમ છતાં પણ અસહ્ય ઠંડી પડતી હોવાને લીધે તેનાથી રક્ષણ મેળવવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા હોય એવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post