છેલ્લા 10 વર્ષમાં જેટલી ઠંડી નથી પડી એટલી આ વર્ષે પડશે, અંબાલાલ પટેલે આપી અતિ અગત્યની જાણકારી

Share post

અવારનવાર હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદ તેમજ ઠંડીને લઈ આગાહી કરવામાં આવતી હોય છે.  આની સાથે જ  હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. સમગ્ર દેશમાં ઠંડીનો પારો ધીમે-ધીમે ગગડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષે એટલી ઠંડી પડશે કે, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડશે. ખાસ કરીને તો દેશની રાજધાની દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં અતી કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આની સાથે જ રાજ્યનાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે માવઠુ થવાની શક્યતા રહેલી છે.

ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના:
નિષ્ણાત હવામાનશાસ્ત્રી, અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે તેમજ આ હિમવર્ષાને લીધે ઠંડીનાં પ્રમાણમાં વધારો થશે તથા ન્યૂન્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. તારીખ 15,16, 17 ડિસેમ્બરના રોજ વાદળછાયા વાતાવરણની સાથે માવઠુ થવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ 22 ડિસેમ્બરે દેશનાં ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાને કારણે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેલી છે.

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે:
ઉત્તર ભાગના પહાડી વિસ્તારોમાં હાલમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થઇ રહી છે. જેમાં કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી  બરફ પડી રહ્યો છે. જેને લીધે ગુજરાતમાં પણ તાપમાન નીચુ ગયું છે. આગામી દિવસોમાં હજુ પણ અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના રહેલી છે. સૌથી વધારે અસર ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળશે. એવી શક્યતા રહેલી છે કે, આગામી 2 દિવસ અતીશય ઠંડી પડશે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા:
ઉત્તર ભારતમાં ઠંડીની સાથે  દક્ષિણ ભારતમાં પણ 1 ડિસેમ્બરથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેને કારણે ઠંડી તથા વરસાદ એમ બેવડા હવામાનનો લોકોએ સામનો કરવો પડી શકે છે.બીજી બાજુ વાવાઝોડુ આવ્યા પછી તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડ્ડુચેરી જેવા રાજ્યોની પરિસ્થિતિ કફોડી બની રહી છે. નિવાર વાવાઝોડુ ભલે નબળુ પડી ગયું હોય પરંતુ તેની અસરને લીધે કેટલાક રાજ્યોમાં હજુ પણ ભારે પવન ફુંકાઇ રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post