ગોદડા- ધાબળા કાઢી રાખો- કપાસના પાકને માફક આવે તેવી ઠંડી આ તારીખથી ગુજરાતને ધ્રુજાવશે

Share post

ગુજરાત રાજ્યમાં ઉતરપૂર્વનાં પવનનો ફૂંકાય છે તેમજ શિયાળાનાં પ્રારંભમાં પણ થઈ ગઈ છે. વહેલી સવારનાં સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. તે સમયે હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આવનારા 3 થી 4 દિવસમાં લઘુતમ તાપમાન 2 થી 3 ડીગ્રી જેટલું ઘટશે. આ સાથે ઠંડીનો ચમકારો પણ વધી શકશે. જોકે, લઘુતમ તાપમાન 15 ડિગ્રીએ પહોંચી ગયું છે તેમજ 3 થી 4 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે.

શિયાળાની ઋતુનો પ્રારંભ, ગુલાબી ઠંડીનો અનુભવ તેમજ રજાની મજા માણવા માટે લોકો રિવરફ્રન્ટ પર જાય છે. રિવરફ્રન્ટ પર સાયકલિંગ કરીને આરોગ્ય સારું રાખવાનાં પ્રયત્ન કરે છે. અને લોકો પોતાનાં પરિવારજનોની સાથે વહેલી સવારનાં વાતાવરણની મજા માણવા પણ આવ્યા હતા. લોકો શિયાળાની ઋતુમાં આરોગ્યને સારું રાખવા ગાર્ડનમાં મોર્નિંગ વોક, યોગ તેમજ કસરત કરતા દેખાયા હતા. COVID-19 મહામારીમાં આરોગ્યને સારું રાખવા બધા લોકો ઘણા પ્રયત્ન કરે છે.

15 નવેમ્બરનાં રોજથી શિયાળાનાં પ્રારંભ થાય છે તેમજ એ પછી ધીમે ધીમે તાપમાન ઘટ્યું છે. જોકે, હિમાલય બાજુથી આવતા ઠંડા પવનને લીધે ઠંડીનું પ્રમાણમાં વધારો થશે. હાલ શિયાળાનો પ્રારંભ થયો છે. ડિસેમ્બર તેમજ જાન્યુઆરી માસમાં ઘણી ઠંડી પડશે.

ગુજરાત રાજ્યમાં હાલ ઉત્તર-ઉતરપૂર્વનાં પવનો ફૂંકાય રહ્યા છે. જેનાં લીધે બેવડી ઋતુઓનો અનુભવ થાય છે. શિયાળા ઋતુના પ્રારંભમાં પણ 2 ઋતુનો અહેસાસ થાય છે. લઘુતમ તાપમાન નીચું તેમજ મહત્તમ તાપમાન ઊંચું નોંધાય છે. લઘુત્તમ તાપમાન નીચું રહેવાનાં લીધે વહેલી સવારનાં સમયે ઠંડી લાગે છે. જ્યારે મહત્તમ તાપમાન ઊંચું હોવાનાં લીધે દિવસે ગરમીનો અનુભવ થાય છે. ધીમે ધીમે ઉત્તર બાજુનાં સીધા પવનનો ફૂંકાવવાનું ચાલુ થશે તેમજ ઠંડીનું પ્રમાણ વધી જશે.

ઉલ્લેખીય છે કે, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હરસિલ તેમજ ઔલી સહિત દરેક ઉંચાણવાળા વિસ્તારમાં રવિવારનાં રોજ રાતે બરફવર્ષા થઇ હતી. સોમવારનાં રોજ સવાર સુધીમાં તો બરફની જાડી ચાદર જામી ગઈ હતી. કેદારનાથ મંદિરનાં કપાટ બંધ હોવામાં બરફવર્ષા થાય છે. થોડા જ સમયમાં આખો વિસ્તાર બરફની ચાદરમાં લપેટાય ગયો હતો.


Share post