ચોમાસાની વિદાય પહેલા ફરીએકવાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી – 10 ઓકટોબર સુધી…

Share post

સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને કારણે તમામ ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે. આની સાથે જ રાજ્યમાં આવેલ હાઈવે તેમજ રોડ પર અતિભારે વરસાદને લીધે ખાડા પડી ગયાં હતાં. જેને લીધે કેટલીક અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. અવારનવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.

રાજ્યમાં સીઝનનો સરેરાશ 134% વરસાદ પડી ચુક્યો છે. જો કે, ચાલુ વર્ષે ચોમાસુ મોડું વિદાય લઈ રહ્યું છે. હવે રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવા બાજુ છે ત્યારે હવામાનનાં નિષ્ણાત અંબાલલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે, રાજ્યમાંથી 10 ઓક્ટોબર સુધીમાં મોટાભાગનાં વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લઈ લેશે તથા ઉત્તરીય ભાગો ઠંડા થતા જશે પણ રાજ્યમાં હવાની દિશા અચોક્કસ રહેશે.

અંબાલાલ પટેલે શિયાળા ઋતુ વિશે પણ આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષનો શિયાળો વધારે ઠંડો રહેશે. નવેમ્બર માસમાં દિવસમાં તાપ પણ વધુ રહેશે. જ્યારે ડિસેમ્બર માસની શરૂઆતમાં ઠંડીનો ચમકારો આવશે. 22 ડિસેમ્બર પછી ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે. જેને લીધે રાજ્યમાં 22 ડિસેમ્બર પછી હાડ થીજવતી ઠંડી પડશે તથા 5 જાન્યુઆરી પછી માવઠું પણ થશે.

ચોમાસાની વિદાય પછી પણ રાજ્યમાં હવામાન પલટાતું રહેેશે :
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવતાં કહ્યું છે કે, ચોમાસાની વિદાય પછી પણ રાજ્યમાં હવામાન પલટાતું જોવાં મળશે. આને લીધે બંગાળના ઉપસાગરમાં વારંવાર હવાનું હળવું દબાણ સર્જાશે તથા વાવાઝોડા પણ સક્રિય થશે. 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધીમાં એક લો પ્રેશર બનશે. 9-12 ઓક્ટોબર દરમિયાન વરસાદની સંભાવના રહેશે. 17 -18 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 21-25 ઓક્ટોબરે વાવાઝોડું સક્રિય થશે. જેની અસર જોવા મળશે.

વાદળછાયા હવામાનની વચ્ચે કોઈ ભાગમાં વરસાદ થશે. 21 ઓક્ટોબરે વાવાઝોડા વધારે મજબૂત હશે તથા દક્ષિણ પૂર્વીય તટ પર ભારે પવન ફૂંકાશે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે. અહી મહત્વપૂર્ણ છે કે, ચોમાસાની વિદાય પછી પણ કમોસમી વરસાદની સમભાવના રહેશે. જો કે, ચાલુ વર્ષ દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતા પણ વધારે વરસાદ થયો છે. હવામાન વિભાગે પણ જણાવતા કહ્યું છે કે, હવે ચોમાસુ વિદાય બાજુ છે. હાલમાં રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. જેને લીધે રાત્રીનાં સમયે વાતાવરણ ઠંડુ તથા દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…