દેશમાં પ્રથમવાર અમદાવાદની મહિલાએ કરાવી જાપાની પદ્ધતિથી સાંધાના દુખાવાની સર્જરી, એવું પરિણામ આવ્યું કે…

Share post

આજકાલ મોટા ભાગના લોકો ઘૂંટણના દુઃખાવાથી પીડાય રહ્યા હોય છે. જો તમે પણ ઘૂંટણના દુખાવા (Knee Pain)થી પરેશાન છો તો તેનું નિરાકરણ ઓપરેશન (Knee Surgery) વગર જ આવી ગયું છે. સાંધા બદલ્યા વગર તેમજ કોઈ પણ પ્રકારની સર્જરી કર્યા વગર તમે ઘૂંટણના દુખાવાથી મુક્તિ પામી શકો છો. દેશમાં પ્રથમ વખત અમદાવાદ (Ahmedabad) માં જાપાની (Japan) પદ્ધતિથી સફળ સારવાર (Japanese Treatment) કરવામાં આવી છે.

સંધિવા તેમજ મોટી ઉંમરે ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતાં માટોભાગના લોકો ઘૂંટણની સર્જરી કરાવતાં હોય છે. ઘૂંટણના સાંધા ન બદલાવા માંગતી એક મહિલાના પગમાં અસહ્ય દુખાવો થતા દેશમાં પ્રથમ વખત જાપાનીઝ પદ્ધતિથી ડોક્ટર્સ દ્વારા આ સરવાર આપવામાં આવી છે. જેની ક્યુલર આર્ટરી એમ્બોલાઈઝેશન’ (જેએઈ) પદ્ધતિથી સારવારથી એક જ દિવસમાં દુખાવામાં 70થી 80 ટકા રાહત અપાવી છે. ભારતમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ પ્રથમવાર કરાઈ હોવાનો ડોક્ટરનો દાવો છે.

ઈન્ટરનેશનલ રેડિયોલોજિસ્ટ (International Radiologist) ડો.મોહલ બેંકર દ્વારા ઘાટલોડિયામાં રહેતા 60 વર્ષીય મધુબેન ઘૂંટણના અસહ્ય દુખાવાથી પિડાતા હતા. દરેક પ્રકારની દવા અને કસરત પણ નાકામ સાબિત થઈ હતી. પરંતુ મહિલા કોઈપણ ભોગે ઘૂંટણ બદલવા માંગતા ન હતા. જેમને આ સારવારથી દુ:ખાવાથી રાહત મળી છે. વર્ષ 2014માં ડો.યોકુનોએ વિક્સાવેલી અત્યાધુનિક જેએઈ પદ્ધતિ જેનાથી મહિલાને સરવાર બાદ રાહત મળી છે.

આ ટ્રીટમેન્ટમાં દુ:ખાવો થતો હોય તે ભાગમાંથી પસાર થતી રક્તનળીની એન્જીયોગ્રાફી કરાઈ હતી. નાના-નાના પાર્ટીકલથી બંધ કરાય છે. ઘૂંટણના સાંધાની નળીમાંથી નીકળતા ‘સાયટોકાઈન’નું પ્રમાણ વધુ હોય તો તે ઘૂંટણની ગાદીને ઘસારો પહોંચાડે છે. જેથી નળી બંધ કરવાથી ‘સાયટોકાઈન’ નીકળવાનું બંધ થાય છે. સારવાર બાગ દર્દીને દુખાવાની તકલીફમાંથી મુક્તિ મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post