પત્નીએ ચા બનાવવાની ના પાડી તો, ગુજરાતના આ ચાપ્રેમી પતિએ પત્નીના પ્રાઇવેટ પાર્ટમાં ભર્યું લાલ મરચું અને પછી…

Share post

ઘણી વખત પતિ પત્ની વચ્ચે નાની-નાની બાબતોને કારણે ઝગડા થતા રહે છે. અમદાવાદમાં આજે આવી જ એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિએ પત્નીને ચા બનાવવા માટે જણાવ્યું હતું, પરંતુ પત્નીએ ચા બનાવવાની મનાઈ કરતા પતિ ચિડાઈ ગયો હતો અને પતિએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં મચ્ચું ભરી દીધું હતું. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આ ઘટના નોંધાઈ છે. પોલીસે આરોપી પતિ અને મહિલાની સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાસુ સાથે ચા બનાવવાના મુદ્દે ઝઘડો થયો
પોલીસે આ ઘટના વિષે જણાવતા કહ્યું હતું કે, તેણે ચા બનાવવા માટે જણાવ્યું હતું. પરંતુ પરિણીતાએ શીતળા સાતમે ચૂલો ન સળગાવાયનું કારણ આપીને ચા બનાવવા માટે મનાઈ કરી દીધી હતી. આ વાતને લઈને સાસુ અને વહૂ વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન પતિએ પત્ની સાથે મારઝૂડ પણ કરી હતી.

પરિણીતા ઘરની બહાર નીકળી તો ખેંચીને અંદર લાવ્યા
આ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરયાદ નોંધાવતા પીડિતાએ જણાવ્યું હતું કે, પતિના માર માર્યા પછી ઘરમાં ચા ના બનાવવાનું કહીને બહારથી ચા લઈને આપવાની વાત કરી હતી. તે જેવી ઘરની બહાર નીકળી તો તેના સાસુજી અને પતિએ તેનો પીછો કર્યો હતો. પરિણિતા પોલીસ સ્ટેશને જવાની હતી, ત્યાં રસ્તામાં બન્ને જણાંએ પાછળથી તેના પર પથ્થર ફેંક્યા અને ખેંચીને પાછી ઘરે લઈ આવ્યા હતા.

પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે, ઘરમાં આવીને મારો પતિ રોકાયો નહોતો. તેણે મારી સાથે મારા પ્રાઈવેટ પાર્ટમાં લાલ મચ્ચું ભરી દીધું અને ત્યારબાદ ફરીથી મારી સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. તે દિવસે હું દર્દથી તડપતી રહી હતી. મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. બીજા દિવસે પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ આરોપ લગાવ્યા કે, મારો પતિ આ રીતે મને ઘણી વખત શારીરિક અને માનસિક રીતે હેરાન કરતો હતો. હું દરવખતે પિયર જતી રહેતી અને પછી પરિવારજનો મને સમજાવીને ફરીથી મને સાસરીયે મોકલી દેતા હતા. આખરે મેં પરેશાન થઈને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ફરિયાદ પછી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…