અંબાલાલ પટેલે ભારે વરસાદ, શિયાળું પાક અને ચોમાસાની વિદાય સહીતની કરી સૌથી મોટી સાત આગાહીઓ -જાણો જલ્દી…

Share post

રાજ્યમાં અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા અથવા તો હવામાનનાં નિષ્ણાત એવાં અંબાલાલ પટેલ દ્વારા ઘણીવાર આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ આગાહીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. એક દિવસ અગાઉ ભારતીય હવામાન વિભાગ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, ઉત્તર ભારતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.

આ વર્ષે દરમિયાન સમગ્ર દેશમાં સરેરાશથી વધુ વરસાદ પડ્યો છે. બીજી બાજુ ગુજરાતમાં હવામાવ નિષ્ણાત એવાં અંબાલાલ પટેલ દ્વારા (Ambalal Patel) 30 સપ્ટેમ્બરથી લઈને 8 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ગાજવીજની સાથે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની ઉપરાંત અંબાલાલ પટેલે બીજી કુલ 7 જેટલી આગાહી પણ કરી છે. જેમાં શિયાળું પાક, તડકો, પાકમાં ઇયળોનો ઉપદ્રવ વગેરેનો સમાવેશ થાય છે.

હવામાન નિષ્ણાત તરફથી કુલ 7 જેટલી આગાહી કરવામાં આવી રહી છે. જેમાં વરસાદની સાથે જ ખેડૂતોને ક્યા પાકમાં ફાયદો થશે, કયા પાકમાં ઇયળનો ઉપદ્રવ રહેશે વગેરેનો સમાવેશ થાય છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં 30 ઓક્ટોબરથી લઈને 8 નવેમ્બરની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

રાજ્યમાંથી ચોમાસાની વિદાય પણ મોડી થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આની ઉપરાંત કપાસનાં પાકમાં નુકસાનની ભીતિ પણ તેઓ સેવી રહ્યાં છે. જ્યારે શિયાળુ પાક ખેડૂતોની માટે સારા રહેવાની આશા વ્યક્ત કરી છે. અંબાલાલના મત પ્રમાણે ઓક્ટોબર માસમાં સખત તડકો પડી શકે છે. આની સાથે જ ખુબ ગરમી પડી શકે છે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી:

અંબાલાલ દ્વારા કરવામાં આવેલ કુલ 7 જેટલી આગાહીઓ આ પ્રમાણે છે : પ્રથમ આગાહી એ કે, ઓક્ટોબર મહિનામાં આવશે વરસાદ, દરિયા કિનારે ફૂંકાશે પવન, ચોમાસું પૂર્ણ થવામાં રાહ જોવી પડશે, કપાસના પાકમાં થશે ખુબ જ નુકસાન, શિયાળુ પાક રહેશે ખુબ સારા, પાકમાં ઇયળનાં ઉપદ્રવમાં વધારો થશે,  ઓકટોબરમાં સખત તડકો પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post