ઘઉંના પાકમાંથી ઉધઈ જડમૂળથી દુર કરવાના ઉપાય- ખેડૂતમિત્રોને શેર કરો

Share post

તમામ ખેડૂત મિત્રો માટે ફરી એકવાર ખેતી માટેની ઉત્તમ સુવિધા, સરકારી સહાય કે સમસ્યાના ઉકેલ વગેરેની કૃષિ નિષ્ણાંતોની વાતો હવે મેળવતા રહો ખેડૂત ક્લબ પેજ પરથી. આ પોસ્ટ વધુને વધુ શેર કરી ખેડૂત મિત્રોની સમસ્યા ઉકેલવામાં મદદ કરશો. ઉધઈ એ ઘઉં પાકની મુખ્ય જીવાત છે. ઉધઈનો ઉપદ્રવ ઘઉં પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે. આવા ઉપદ્રવ વાળા છોડ ખેંચતા આખા છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલાં ટપકામાં જોવા મળે છે.

ઉધઈ પીળાશ પડતા સફેદ, શરીરે પોચાં ચપટાં, ચાવીને ખાનાર કીટક છે. તે ટોળામાં રહેનાર તેમજ બહુરૂપી કીટક છે. તે જમીનમાં ઊંડે રાફડો બનાવીને રહે છે.

રાફડામા રહેતી તેની મજુર જાતી ઘઉંના પાકના મૂળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે. તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે.

નુકસાનવાળા છોડ પર ડુંડી આવતી નથી.પાકની નિંઘલ અવસ્થા બાદ ઉપદ્રવ જોવા મળે તો ડુંડીમા દાણા બેસતા નથી. જો દાણા બેસે તો તે નાના અને ચીમળાયેલા રહે છે.

આ રીતે કરો નિયંત્રણ:

ઉધઈનો ઉપદ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો જેવા કે પાંદડા, મૂળ, ડાળીઓનો નાશ કરવો અને સારૂ કહોવાયેલું ખાતર નાખવું. ખાતર તરીકે દિવેલ, લીંબોડી, કરંજ વગેરેના ખોળનો ઉપયોગ કરવો. પાણી આપવામાં ઢીલ કરવી નહીં.

અસરકારક ઉધઈ નિયંત્રણ માટે બાયફેન્થ્રીન ૧૦ % ઇ.સી. ૨૦૦ મી.લી. દવાને પાંચ લીટર પાણીમાં ઓગાળીને રાત્રે સારી રીતે પટ આપી ખુલ્લામાં સૂકવીને બીજા દિવસે વાવેતર કરવું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post