જંતુનાશક દવાનો છટકાવ કરનાર ખેડૂતો માટે લાલબત્તી સમાન કિસ્સો- એક ભૂલના કારણે પાંચ વર્ષ બાળકે ગુમાવ્યો જીવ

Share post

ખેડૂતો ખેતરમાં કરેલ પાકમાં જંતુનાશક દવાનો છટકાવ કરી રોગ જીવાતની સામે રક્ષણ મેળવીને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરી શકે છે છે પણ જો આ દવાનો છંટકાવ કરતાં સમયે યોગ્ય કાળજી રાખવામાં ન આવે તેમજ જો દવાની ઝેરી અસર થાય તો ખેડૂતનાં તેમજ એના પરિવારજનોના સ્વાસ્થ્યની સામે જોખમ ઉભું થાય છે. ઘણીવાર ઝેરને કારણે આકસ્મિક મૃત્યુ પણ થઈ શકે છે.

જૂનાગઢમાં આવેલ મેંદરડાનાં ઈટાળી ગામમાં એક દુઃખદ ઘટના બની છે. ખેડૂત પરિવાર પર આભ તૂટી પડયુ છે. પિતાની એક નાની એવી ભૂલને કારણે એના જ પુત્રનું મોત નીપજ્યું છે. પિતા ખેતરમાં દવાનો છટકાવ કરીને ઘરે આવિઈને એનાં માત્ર 5 વર્ષનાં પુત્રને રમાડી રહ્યા હતા પણ પિતાને ક્યાં જાણ હતી કે, એના કપડા પર લાગેલ જંતુનાશક દવાની અસર પુત્રને થઈ જશે. પિતાનાં કપડા પર લાગેલ દવાની અસર થવાંથી પુત્ર પહેલાં તો બેભાન થઈ ગયો. ત્યારબાદ જૂનાગઢમાં સારવાર દરમિયાન અજય નામનાં બાળકનું મોત થયું હતું.

પાકમાં દવા છાંટતી વખતે રાખવાની કાળજી:
દવાની છટકાવ કરવાના સ્થળે ચોખ્ખુ પાણી, સાબુ તથા ટુવાલની વ્યવસ્થા રાખવી. શ્વાસોશ્વાસમાં દવા લેવાઇ ન જાય તેની માટે માસ્ક પહેરી રાખવું. દવાનું પેકીંગ તોડતી વખતે દવાની અસર ન થાય તે રીતે યોગ્ય સાધન વડે પેકીંગ તોડવું.

દવા છાંટતી વખતે દવાવાળા હાથે કંઇ ખાવું-પીવું નહીં. પવનની વિરૂદ્ધ દિશામાં દવાનો છંટકાવ ન કરવો જોઈએ. બિમાર, અશક્ત અથવા તો દવાની એલર્જીવાળા વ્યકતિએ દવાનો છંટકાવ કરવો જોઈએ નહીં. દવા છાંટતી વખતે એની ઝેરી અસરથી બચવા માટે હંમેશા સંરક્ષણાત્મક કપડા પહેરવા, આંખે ચશ્મા, હાથમાં મોજા, પગમાં બુટ તેમજ માસ્ક પહેરી રાખવું.

દવાનો પંપ લીકેજ ન થાય તેની માટે તપાસ કરતી રહેવી તથા લીકેજ પંપથી દવા છાંટવી નહીં. દવા ભરેલ પંપનો સંગ્રહ કરવો નહીં, છંટકાવ કાર્ય પુરું થાય એટલે પંપ બરાબર સાફ કરીને જ મુકવો. હંમેશા વહેલી સવારમાં અથવા તો સાંજના સમયે દવાનો છંટકાવ કરવો. દવા છાંટતી વખતે દવા છાંટનાર વ્યક્તિએ થોડા સમયાંતરે દવાનો છંટકાવ કર્યા બાદ વિરામ લેવો.

દવાનો છંટકાવ પિયત પાણીમાં ન ભળી જાય તે ખાસ જોવું. દવા છાંટયા પછી સાબુથી બરાબર સ્નાન કરીને શરીર સ્વચ્છ કરવું તથા સ્વચ્છ કપડાં પહેરવા. તળાવ, નદી અથવા તો સંગ્રહ કરેલ પાણીનાં ટાંકામાં નાહવું નહીં. દવાનો છંટકાવ કર્યા પછી ખેતરમાં નકકી કરેલ સમય સુધી કોઇ મનુષ્ય તેમજ પ્રાણી ન જાય એનું ધ્યાન રાખવું જોઇએ.

ફળ-ફૂલ તેમજ શાકભાજીમાં દવા છાંટયા પછી અઠવાડિયા સુધી ઉતારવા નહીં. દવા છાંટયા પછી તરત જ શાકભાજી કે ફળ-ફૂલ ઉતારીને ઉપયોગમાં લેવા નહીં કે વેચવા નહીં. હંમેશા દવા છાંટનાર વ્યક્તિએ ફેમીલી ડોક્ટરની પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. દવાની ઝેરી અસરથી બચવા માટે પ્રાથમિક સારવાર સાધનોની પેટી વસાવવી અને તેની જાણ રાખવી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post