નોકરી છોડી મોર્ડન જમાનાની દીકરીએ શરુ કરી ખેતી, આજે દેશના લાખો ખેડૂતોને ખેતી વિષે માહિતગાર કરવા કર્યું આ અનોખું કાર્ય

Share post

આગ્રાની રહેવાસી નેહા ભાટિયાનો ઉછેર દિલ્હીમાં થયો હતો. ત્યારબાદ એ લંડન ચાલી ગઈ હતી, જ્યાં એણે વર્ષ 2014માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી માસ્ટર્સ કર્યું હતું. વર્ષ ત્યાં કામ કર્યા પછી તે ભારત પાછી આવી ગઈ. વર્ષ 2017માં એણે ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કર્યું. હાલમાં એ દેશમાં કુલ ૩ જગ્યાએ ખેતી કરે છે. જેમાંથી તે વર્ષે કુલ 60 લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. આની સાથે જ ઘણા  ખેડૂતોને ખેતીની તાલીમ આપીને એમનું જીવન સારું બનાવી રહી છે.

માત્ર 31 વર્ષીય નેહા એક બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. તે જણાવતાં કહે છે કે, મેં કેટલાક સમય પહેલાં નક્કી કર્યું હતું કે, મારે બિઝનેસ કરવો છે, ફક્ત રૂપિયા કમાવવા માટે નહીં, પણ એના સોશિયલ બેનિફિટ તથા સોશિયલ ઈમ્પેક્ટ પણ હોય. એના દ્વારા લોકોને પણ લાભ થાય.  જો કે ત્યારે ખેતી અંગે કંઈ જ વિચાર્યું ન હતું. નેહા જણાવતાં કહે છે કે, દિલ્હીમાં આવેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી હું એક સોશિયલ ઓર્ગેનાઇઝેશનની સાથે જોડાઈ ગઈ હતી.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા સહિત કેટલાક રાજ્યોમાં એજ્યુકેશન, હેલ્થ જેવા ઈશ્યુ પર કામ કર્યું હતું. વર્ષ 2012માં લંડન ચાલી ગઈ હતીં. ત્યારબાદ વર્ષ 2015માં ભારત પાછી આવી તો એક સોશિયલ ઓર્ગેનાઇઝેશનની સાથે તે જોડાઈને અંદાજે 2 વર્ષ કામ કર્યું. એણે કેટલાક ગામોમાં જઈને  લોકોને મળી તેમની સમસ્યા સમજી. આ દરમિયાન મેં અનુભવ્યું હતું કે, લોકો માટે સૌથી મોટી મુશ્કેલી હેલ્ધી ફુડ્સની છે, ગામડાંની સાથે જ શહેરોમાં પણ લોકોને યોગ્ય ખાવાનું મળી રહ્યું નથી.

આને લીધે જ મારા કુલ 2 મિત્રોનાં મોત પણ થયા હતાં. નેહા જણાવતા કહે છે, મિત્રોનાં અવસાન પછી મને ખુબ જ તકલીફ થઈ. વર્ષ 2016ના અંતમાં મેં ક્લીન ઈટિંગ મૂવમેન્ટ લોન્ચ કરવાનો પ્લાન કર્યો.  જેને લીધે લોકોને સારું તેમજ શુદ્ધ ખાવાનું મળી રહે. જેને લઈ રિસર્ચ કરવાની શરૂઆત કરી, કેટલાક નિષ્ણાંતો પણ મળી. તેઓએ જણાવ્યું કે, જો યોગ્ય ખાવાનું જોઈએ તો એને ઉગાડવું પણ પડશે. જ્યારે અનાજ તથા શાકભાજી  કેમિકલ તથા યુરિયાવાળા હશે તો એમાંથી બનતું ખાવાનું સારું કઈ રીતે હોય ત્યારે મેં વિચાર કર્યો કે, કેમ ન ખેતી જ કરવામાં આવે.

નેહા જણાવતાં કહે છે કે, ખેતી સાથે મારે કોઈ લેવાદેવા ન હતી. મને તો ફાર્મિંગનું પ્રાથમિક જ્ઞાન પણ ન હતું. ફાર્મિંગની શરૂઆત કરતાં પહેલાં મેં કુલ 6 મહિના સુધી તાલીમ લીધી, ઘણા ગામડાંમાં જઈને ખેતી વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ નોઇડામાં પોતાની માત્ર 2 એકર જમીન પર ઓર્ગેનિક શાકભાજીનું ફાર્મિંગની શરૂઆત કરી. તેઓ વધુમાં જણાવતા કહે છે કે, મારો પ્રથમ અનુભવ સારો ન રહ્યો.

મોટા ભાગની શાકભાજીઓ સડી ગઈ, કેટલીક શાકભાજી તો એટલા મોટા પ્રમાણમાં સડી ગઈ કે, અમે એને બજારમાં સપ્લાઈ ન કરી શક્યા. લોકોને ફ્રીમાં આપવા પડી. તકલીફ તો થઈ પણ હું હિંમત ન હારી. મારા હસબન્ડ પુનિત, જે એક કંપનીમાં બિઝનેસ કન્સલ્ટન્ટ હતા. એમણે મારું મનોબળ વધાર્યું હતું. થોડા દિવસ પછી તેઓ પણ નોકરી છોડીને મારી સાથે જોડાઈ ગયા.

નેહા જણાવતાં કહે છે કે, બીજીવાર અમે ખેતી કરી તો સારો એવો પાક થયો. અમે ખુબ બજારમાં જઈ અમારી પ્રોડક્ટ ઈમ્પોર્ટ કરી, લોકોને મળીને અમારી શાકભાજી વિશે જણાવ્યું. થોડા દિવસ બાદ અમને સારો રિસ્પોન્સ મળવા લાગ્યો હતો. ત્યારબાદ અમે એેનાં વ્યાપમાં વધારો કર્યો હતો. નોઇડા બાદ વધારે કુલ 2 જગ્યા એટલે કે, મુઝફ્ફરનગર તથા ભીમતાલમાં પણ ખેતીની શરૂઆત કરી દીધી.

નેહા માત્ર 15 એકર જમીન પર ખેતી કરી રહી છે, જેમાં નોઇડામાં કુલ ૩ એકર જમીનમાં શાકભાજી, મુઝફ્ફરનગરની કુલ 10 એકર જમીનમાં ફળ તથા ભીમતાલમાં કુલ 2 એકર જમીન પર ઓર્ગેનિક હર્બનું ફાર્મિંગ કરી રહી છે. એ અંદાજે 50 જેટલી શાકભાજીનું વાવેતર કરી રહી છે. એમની ટીમમાં કુલ 20 લોકો કામ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાઈ ગયાં છે. એમની સાથે ફાર્મિંગ સ્કૂલ તથા એગ્રો-ટૂરિઝમને લઈને પણ કામ કરી રહી છે.

નેહા જણાવતાં કહે છે કે, શહેરના કેટલાંક બાળકો શાકભાજીને ઓળખી શકતાં નથી. એમને એ પણ જાણ નથી હોતી કે બટાટા ઉપર ઊગે છે કે જમીનમાં, એનાં પાંદડાં કેવાં હોય છે, જેથી અમે કેટલાક સમય પહેલાં ફાર્મિંગ સ્કૂલનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. વિવિધ સ્કૂલનાં બાળકો સપ્તાહમાં માત્ર 1 દિવસ અમારે ત્યાં આવે છે તથા ફાર્મિંગ વિશે શીખે છે. કુલ 12થી વધારે સ્કૂલોની સાથે અમે ટાઈ-અપ કર્યું છે. આગળ અમે એને મોટા લેવલ પર લઈ જવા માંગીએ છીએ.

નેહા જણાવતાં કહે છે કે, અમે કોઈપણ પ્રોડક્ટને વેસ્ટ નથી કરતા, જે પ્રોડક્ટ માર્કેટમાં મોકલી શકતા નથી એનું પ્રોસેસિંગ કરાવીને અન્ય પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ તથા ગ્રાહકને આપીએ છીએ. આની સાથે જ અમે લોકો કોઈપણ પેસ્ટિઝાઈડ અથવા તો કેમિકલનો ઉપયોગ કરતા નથી. અમારુંધ્યાન કોન્ટિટી પર નહીં પરંતુ ક્વોલિટી પર હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post