લોકોએ કહ્યું નોકરી કર નહીતર બરબાદ થઈશ, તેમછતાં યુવકે ચાલુ કરી ખેતી અને ટૂંક જ સમયમાં ઉભા કર્યા લાખો રૂપિયા

Share post

કોરોનાની મહામારીમાં પણ ઘણાં ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યાં છે. આવા સમયે શિક્ષિત લોકો પણ ખેતી તરફ વળી રહ્યાં છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ઝારખંડની રાજધાની રાંચીથી અંદાજે 158 કિમી દૂર પલામુ જિલ્લામાં એક ગામ હરિહર ગંજ નામનું ગામ આવેલ છે. આ ગામમાં રહેનાર દીપક એન્જિનિયરિંગની નોકરી છોડીને છેલ્લાં 4 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરીને દર વર્ષે અંદાજે કુલ 40 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. સૌપ્રથમ વાર વર્ષ 2017માં તેમણે અંદાજે 3 એકર જમીન પર સ્ટ્રોબેરીની ખેતી કરી હતી ત્યારે દીપકને કુલ 12 લાખની બચત થઈ હતી.

દીપકે જણાવતાં કહ્યું હતું કે, મેં હરિયાણામાં સૌપ્રથમ વાર પહેલી સ્ટ્રોબેરી જોઈ હતી. મારા માટે તો એકદમ નવી વસ્તુ હતી. ત્યારપછી મેં એના વિશે જાણકારી એકત્ર કરીને મારા ગામમાં ખેતીની શરૂઆત કરી. ઘર-પરિવારથી માંડીને આજુબાજુના તમામ લોકો કહેતા હતા કે, તું આ ખોટું કરી રહ્યો છે. નોકરી છોડીને ખેતી શા માટે કરે છે. બરબાદ થઈ જઈશ. એ વર્ષે મને તમામ ખર્ચને બાદ કરતાં કુલ 12 લાખનો ફાયદો થયો હતો.

માત્ર 24 વર્ષીય દીપક એના પરિવારની સાથે ગામમાં જ રહે છે. તેઓ જણાવતાં કહે છે કે, દિલ્હી જેવા મોટા શહેરથી પરત આવીને નાનાં એવાં ગામમાં રહેવાનો નિર્ણય કરવો સહેલો ન હતો. મગજમાં હજારો પ્રશ્નો હતા. કેવી રીતે થશે? શું બધું સરખી રીતે થશે? નુકસાન થશે તો પછી.. વગેરે તેમણે જણાવતાં કહ્યું હતું કે, મારે પપ્પા નથી. દાદાએ મને મોટો કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમનું અવસાન થઈ ગયું. હું ભાઈઓમાં એક જ છું. ઘરમાં મમ્મી હતી. મારે નોકરી માટે બહાર આવવું પડ્યું હતું. વર્ષ 2017માં લગ્ન થઈ ગયા હતાં.

જ્યાં કામ કરતો હતો ત્યાં ખુબ ભારણ હતું. હું પૂરી મહેનતથી કામ કરતો હતો પરંતુ ખુશ ન હતો. હું હસવાનું ભૂલી ગયો હતો. આ બધા કારણોસર મેં પરત આવીને ખેતી કરવાનું નક્કી કર્યું. વર્ષ 2017માં સૌપ્ત્રહ્મ વાર અંદાજે 3.5 એકર જમીન પર ખેતી કર્યા બાદ દીપકે બીજા વર્ષે એટલે કે, વર્ષ 2018માં કુલ 6 એકર તેમજ વર્ષ 2019માં કુલ 12 એકર જમીન લીઝ પર લઈને સ્ટ્રોબેરીની ખેતી કરી હતી. સપ્ટેમ્બરથી એપ્રિલ માસની વચ્ચે વાવવામાં આવતા આ ફળની માંગ ખુબ હોય છે. સ્ટ્રોબેરી પટના, રાંચી, કોલકાતા, સિલિગુડી સુધી જાય છે.

બજારની કોઈ સમસ્યા નથી. જ્યારે હું પ્રથમ વાર સ્ટ્રોબેરી વાવી રહ્યો હતો ત્યારે સૌથી મોટો સવાલ એ જ હતો કે, એને વેચીશું ક્યાં? હવે તો મારી પાસે દૂર-દૂરથી ઓર્ડર આવે છે. માર્કેટની ચિંતા જ નથી. વર્ષ 2019માં દીપકે માત્ર 12 એકરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી હતી. ફેબ્રુઆરી માસના અંતમાં લોકડાઉન થઈ ગયું તેમજ આ જ કારણે એના અંદાજે કુલ 19 લાખ રૂપિયા પણ માર્કેટમાં ફસાઈ ગયાં છે. તેઓ જણાવતાં કહે છે કે, કોરોનાને લીધે મુશ્કેલી પડી છે. ફેબ્રુઆરી, માર્ચ તથા અડધા એપ્રિલ માસ સુધી સ્ટ્રોબેરી ઘણી નીકળી છે.

એપ્રિલ મહિનામાં ખતમ થઈ જાય છે. એવા સમયે લોકડાઉન લાગી ગયું. માલ જવાનો જ બંધ થઈ ગયો હતો. થોડા દિવસ બાદ જવાનો શરૂ પણ થયો પરંતુ બધું ઉધાર. આ બધું થયું હોવા છતાં મારે કુલ 40 લાખ રૂપિયાની બચત થઈ છે. જો લોકડાઉન ન લાગ્યું હોત તો સારી કમાણી થઈ હોત. તેમણે જણાવતાં કહ્યું હતું કે, સ્ટ્રોબેરીમાં દર દિવસે કુલ 60 મજૂરની જરૂર રહે છે. કુલ 20 લોકો એવાં છે કે, જેમને મેં તાલીમ આપી છે તેમજ તેઓ મારી પાસે જ કામ કરે છે. એમને તો અમે દર મહિને કુલ 10,000 રૂપિયા આપીએ છીએ.

એમનું જમવાની તથા રહેવાની સુવિધા પણ અમારી જવાબદારી છે. આની ઉપરાંત રોજ મહિલાઓ સવારે 9 વાગ્યે આવી જાય છે તથા સાંજે 5 વાગ્યે જાય છે. અમે રોજના એમને કુલ 200-300 રૂપિયા આપીએ છીએ. દીપકની પ્રગતિને જોઈ વિસ્તારના કેટલાય યુવાનો પણ આ કામ કરવા માંગે છે. અમે દીપકને એવું પણ પૂછ્યું હતું કે, જો આજે કોઈ વ્યક્તિ 1 એકર જમીન પર સ્ટ્રોબેરીની ખેતી કરવાં માંગે તો એને કેટલો ખર્ચ કરવો પડશે તેમજ આ કામમાં કેટલું રિસ્ક છે?

આ પ્રશ્નના ઉત્તરમાં દીપકનું જણાવવું છે કે, ખેતીમાં જ રિસ્ક છે. જોખમ વિના ખેતી થઈ શકે નહી. તેઓ જણાવતાં કહે છે કે, જોખમ તો છે. હવે આ વખત જોઈ લો. અમે ખેતર તૈયાર કરાવી લીધાં હતાં એમ છતાં વરસાદ આવી ગયો અને વાવણીમાં મોડું થઈ જશે. કહેવાનો અર્થ એ છે કે, જોખમ તો રહેલું છે. ખર્ચની વાત કરવામાં આવે તો થોડાં વર્ષ અગાઉ માત્ર 1 એકરમાં કુલ 2.25 લાખનો ખર્ચ થયો હતો. જે હવે માત્ર 1 લાખમાં જ થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post