કોરોનામાં નોકરી ગઈ તો, નવયુવાને સ્કુટી પર શરુ કર્યો ઢાબો- હાલ એટલી કમાણી થઇ રહી છે કે…

Share post

બલબીર ડ્રાઇવરનો વ્યવસાય કરતો હતો. એક હોટલમાં ગાડી ચલાવતો હતો પરંતુ COVID-19 મહામારીમાં નોકરી જતી રહી હતી. કોરોના લોકડાઉન પણ થઇ ગયું હતું. ત્યારે બલબીરને PM મોદીની એક વાત યાદ આવી હતી કે, મુશ્કેલીને અવસરમાં બદલો. જેના લીધે જેવું કોરોના લોકડાઉન ખૂલ્યું તો બલબીરે તેની સ્કૂટીને ઢાબો બનાવી દીધું હતું જેનાં ઉપર તે નોકરી માટે જતો હતો. ગુડગાંવનાં રસ્તા ઉપર બલબીરે ખાવાનું વેચવાનું ચાલુ કર્યું હતું.

પહેલા 20 જેટલા લોકોનું જ ખાવાનું બનાવતો હતો. અમુક દિવસો બાદ 20 જેટલા લોકોનું ખાવાનું જલ્દી વેચાય જવા લાગ્યું. જેનાં લીધે બલબીરે ખાવાની માત્રા વધારી દીધી હતી. હાલ એવી સ્થિતિ છે કે, બલબીરનાં બનાવેલાં રાજમા ચાવલ તેમજ છોલે કઢી નહીવત સમયમાં જ ખતમ થઈ જાય છે.

બલબીર દ્વારા પોતાનાં બેરોજગાર થયેલાં મિત્રને પણ નોકરી આપી
બલબીર તો કામમાં લાગ્યો હતો. આ ઉપરાંત તેનો મિત્ર હરવિંદર બેરોજગાર હતો. તેણે પોતાનાં સાથીને પણ ઢાબામાં રાખ્યો હતો. હાલ બન્ને સાથી દરરોજ કઢી, ભાત, રાજમા, ચાવલ જેવી જુદી જુદી આઈટમો બનાવીને વેચે છે તેમજ તે હાલ સારી રીતે તેનું ઘર ચલાવી રહ્યા છે. બલબીરે પોતાનાં ખાવાની ડિશની કિંમત 20 રૂપિયાથી માંડીને 50 રૂપિયા સુધીનો રાખ્યો છે. તેમનો એવો મત છે કે, આ કિંમતે બધા જરૂરિયાતમંદ તેમને ત્યાં ખાવાનું ખાઇ શકે.

બલબીરે જણાવ્યું – હાલ પાછો નોકરી કરવા નહીં જઈશ.
બલબીરે જણાવ્યું હતું કે, વાહે ગુરુની કૃપાથી ધંધો સારો એવો ચાલી રહ્યો છે. હાલ પરિસ્થિતિ સાધારણ થવા પર પાછી નોકરી મળે તો પણ તે નોકરી કરવા માટે નહીં જાય. પોતાનાં આ જ ધંધાને તે આગળ વધારશે. અન્ય જરૂરિયાતમંદ લોકોને નોકરી આપવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post