કોરોનામાં નોકરી ગઈ તો, શરુ કર્યો ચાનો બિજનેસ – હાલમાં થઇ રહી છે લાખોની કમાણી

Share post

ઉત્તરાખંડમાં આવેલ અલ્મોડા જિલ્લાના નૌવાડા ગામના વતની દાનસિંહ દિલ્હી મેટ્રોમાં નોકરી કરતા હતા. લોકડાઉન વખતે  એમની નોકરી જતી રહી હતી. ઘણી જગ્યાએ કામની શોધ કરી પરંતુ કોઈએ તક આપી નહીં. ત્યારપછી એણે પોતાના ગામમાં જ પહાડી ઘાસમાંથી હર્બલ ચા બનાવવાનાં કામની શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં જ પ્રોડક્ટની માંગમાં ખુબ વધારો થયો. હાલમાં તેઓ દર મહિને કુલ 1 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

દાનસિંહ જણાવતાં કહે છે કે, ઉત્તરાખંડમાં પલાયન સૌથી મોટી સમસ્યા રહેલી છે. અહીં હવે ખૂબ ઓછા યુવાનો ગામડામાં રહ્યા છે. મોટાભાગના લોકો કામને લીધે મોટાં શહેરોમાં રહે છે. જ્યારે હું દિલ્હીમાં હતો ત્યારે વિચાર કર્યો હતો કે, એમના માટે કંઈક કરવું પણ કંઈ નિર્ણય લઈ શકતો ન હતો. તેઓ જણાવતાં કહે છે કે, કોરોનાના થોડા સમય પહેલાં હું ગામમાં આવ્યો હતો.

જ્યારે લોકડાઉન લાગુ થયું તો હું ફરી બહાર જઈ શક્યો નહી. એ દરમિયાન મને વિચારવાની તક મળી ત્યારે લોકો ઈમ્યુનિટી બૂસ્ટરની શોધ કરી રહ્યા હતા, ઉકાળા તથા હર્બલ ટીની માંગમાં ખુબ વધારો થયો હતો ત્યારે મને જાણ થઈ કે, અમારે ત્યાં પહાડો પર જે ઘાસ ઊગે છે એને વૃદ્ધો શરદી અને તાવ થાય ત્યારે ઉપયોગમાં લેવામાં આવતા હતા જેથી એમની સમસ્યા દૂર થઈ જતી હતી. મેં પણ એની પત્તીઓ તોડીને ચા બનાવીને ઘરના લોકોને પીવડાવી. એમને થોડી વારમાં જ એની અસર જોવા મળી.

કેવી રીતે તૈયાર કરવામાં આવે છે ચા?
તેઓ દરરોજ સવારમાં પહાડો પર જાય છે તેમજ ઘાસ તોડીને ઘરે લાવે છે. સૌપ્રથમ તો તેઓ પત્તીઓ તોડે છે ત્યારપછી સૂકવે છે. માત્ર 3 દીવસમાં પત્તીઓ સુકાઈ જાય છે. ત્યારપછી એને હાથથી મસળી નાખવામાં આવે છે. ત્યારપછી લેમન ગ્રાસ, તમાલપત્ર, તુલસીનાં પાન તથા આદુ મેળવીને પેક તૈયાર કરવામાં આવે છે. દાનસિંહની આ પહેલ બાદ ગામના અન્ય લોકો પણ હવે આ ઘાસનો ઉપયોગ કરી રહ્યા છે.

શા માટે ખાસ છે આ ચા ?
દાનસિંહ કહે છે કે, આ પહાડી ઘાસને બિચ્છુ ઘાસ અથવા તો કંડાલી કહેવામાં આવે છે. શરદી અથવા તો ખાંસીની સાથે જ એનો ઉપયોગ શાક બનાવવામાં પણ કરવામાં આવે છે. એમાં વિટામિન-C તથા વિટામિન-A ભરપૂર માત્રામાં જોવા મળે છે. S ઈમ્યુન બૂસ્ટર હોય છે, આની સાથે જ ડાયાબિટીસ તથા ગઠિયા રોગમાં પણ એ લાભ આપે છે.

દાનસિંહ હવે આગળ આ કારોબારને વધારવા માંગે છે. દર મહિને કુલ 500 કિલો ચા વેચવાનો ટાર્ગેટ છે. આની સાથે જ પોતાની ચાને તેઓ એક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા માંગે છે, જેથી વધારેમાં વધારે લોકોને રોજગારી મળી શકે તેમજ પલાયનને નિયંત્રણમાં લાવી શકાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post