ગમે તે થઈ જાય પત્નીને પૈસા નહિ આપું કહી પતિએ સળગાવી દીધા 7 કરોડ રૂપિયા

Share post

એક પતિ પોતાની પત્નીથી કેટલો પરેશાન હતો કે તેણે પત્નીને છૂટાછેડા આપી દીધા.એટલું જ નહીં છૂટાછેડા બાદ પત્નીને પૈસા ન આપવા પડે એટલા માટે પતિએ 10 લાખ ડોલર એટલે કે લગભગ 7  કરોડ રૂપિયાને આગ લગાડી દીધી.

આ ઘટના કેનેડાના ઓટાવાની છે. અહીંયા રહેતા 55 વર્ષના બિઝનેસમેન બ્રુસ મેક્કોનવીલે એ 7.13 કરોડ રૂપિયા પોતાની પત્નીને ન આપવા પડે એટલા માટે સળગાવી દીધા.

બ્રુસ મેક્કોનવીલે એ ઓટાવાની અદાલતમાં જજ સામે જણાવ્યું કે લગ્ન બાદ મારી પત્ની સાથે મારા સારા સંબંધ ન હતા. પરંતુ થોડા સમય બાદ અમારા વચ્ચે અણબનાવો એટલા વધવા લાગ્યાં કે છૂટાછેડા લેવા પડ્યા. પરંતુ છૂટાછેડાની પ્રક્રિયાથી હું ખૂબ ચિડાય ચૂક્યો હતો. ગમે તે થઈ જાય હું પત્નીને રકમ આપવા માંગતો ન હતો એટલા માટે મેં પૈસા સળગાવી દીધા.

જજની સામે બ્રૂસે આ પણ જણાવ્યું કે તેણે 10 લાખ ડોલર 25 વખત અલગ અલગ બેન્કમાંથી કઢાવ્યા અને સળગાવી દીધા. તેણે આ દાવો પણ કર્યો છે કે તેણે બેન્કમાંથી કાઢેલી રકમની રસીદો હજુ પણ તેની પાસે છે.

જોકે બ્રુસે આ પણ કહ્યું કે પૈસા સળગાવવાના કારણે બાળકોને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે.બ્રૂસનું નિવેદન સાંભળ્યા બાદ જજ પણ દંગ રહી ગયા અને આ મામલે કોર્ટની અવમાનના કરતાં તેને 30 દિવસ જેલની સજા સંભળાવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post