અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી- રાજ્યના 242 તાલુકામાં નોંધાયો ભારેથી અતિભારે વરસાદ

Share post

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં લગભગ છેલ્લા 10 દિવસથી વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે 24 કલાકમાં રાજ્યના 252 તાલુકાઓ માંથી 242 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જામનગરના જોડીયામાં 36 કલાકમાં 16 ઇંચ તો રાજકોટના ટંકારામાં 15 ઇંચ, અબડાસા, ગોંડલ અને ભાણવડમાં 7-7 ઇંચ નોંધાયો હતો. રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં 1900 લોકોનું સ્થળાંતર કરાયું હતું જ્યારે વરસાદ સબંધિત દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત નીપજ્યાં હતા. આ વરસે કચ્છ ઝોનમાં સૌથી વધુ 188 ટકા, સૌરાષ્ટ્રમાં 135 ટકા જ્યારે ઉત્તરમાં 88, મધ્યમાં 79, દક્ષિણમાં 91 ટકા વરસાદ નોંધાયો હતો. જળાશયોમાં 71 ટકા પાણી છે. 76 ડેમમાં 100 ટકા પાણી, 44 ડેમમાં 90થી 100 ટકા, 14 ડેમમાં 80થી 90 ટકા, 19 ડેમમાં 70થી 80 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 48 કલાકથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. આજે રવિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં અનરાધાર વર્ષા થતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જેમાં સૌથી વધુ જામનગરના જોડિયા તાલુકામાં 14 ઇંચ, મોરબી જિલ્લાના આમરણ તાલુકામાં 10 ઇંચ, કચ્છના અબડાસામાં 8 ઇંચ તેમજ રાજકોટના ગોંડલમાં 7.6 ઇંચ વરસાદ ખાબકતાં ઠેરઠેર જળબંબાકાર થયો હતો. આમરણમાં 24 કલાકમાં 25 ઈંચ, મોરબીના ટંકારામાં 14 ઇંચ અને બે જ કલાકમાં 6.72 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો 102.73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં રાજ્યના કુલ 10 તાલુકા એવા છે કે જ્યાં એવરેજ વરસાદની સરખામણીમાં 200 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આ સિવાય રાજ્યના 21 તાલુકામાં 60 ઇંચથી લઈને 117 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

પૂરથી ડૂબી ગયેલું જામનગરનું ખોડિયાર માતાનું મંદિર.

હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડાઓ અનુસાર, ગઈકાલે રાજ્યના 242 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ કચ્છના અબડાસામાં નોધાયો હતો. રાજકોટના ગોંડલ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 7 ઈંચ, કચ્છના લખપતમાં 6 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 5 ઈંચ, પાટણના રાધનપુર, સાંતલપુર, સિધ્ધપુર અને સમી, મોરબીના ટંકારા અને મોરબી, રાજકોટના ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા, અમરેલીના વાડીયા, કચ્છના મુન્દ્રા, માંડવી, નખત્રાણા, ભુજ અને ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, સુરેન્દ્રનગરના દસાડા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે સુરત જિલ્લાના ઉમરપાડામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય જિલ્લામાં પણ 1થી લઈને 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જેના પગલે કાંઠા વિસ્તારના સૌથ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

દક્ષીણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના ઉમરપાડામાં 4.56 ઇંચ અને બારડોલીમાં 4.32 ઇંચ તથા સુરત શહેરમાં 3.92 ઇંચ વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લામાં દેડિયાપાડામાં ૫ અને સાગબારામાં 4 ઇંચ, ભરૂચ જિલ્લામાં નેત્રંગ અને વાલિયામાં 4 ઇંચ જ્યારે તાપી જિલ્લાના ડોલવણ અને કુકુરમુંડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. પાટણ જિલ્લામાં દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સાંતલપુર તાલુકામાં 4.48 ઇંચ, સમીમાં 4 ઇંચ તેમજ રાધનપુરમાં 3.6 ઇંચ વરસાદ વરસ્યો હતો.ઉપરાંત હિંમતનગરના વિજયનગરમાં 6 ઇંચ, મેઘરજમાં 5 ઇંચ, હિંમતનગર અને ભિલોડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post