fbpx
Wed. Oct 16th, 2019

અફેરનો કરુણ અંત: પ્રેમિકા ઉપર છરીથી હુમલો કરી પી લીધું જેર, પ્રેમી નું મૃત્યુ.

પ્રેમી અને પ્રેમિકા ને ત્રણ ત્રણ સંતાન હતા.
મહિલા પોતાના પ્રેમીના ઘરે આવી હતી .
શુક્રવારે 11 વાગ્યે ભરવાડી દરવાજા જે અંદર જીઈબી ના ડીપી પાસે એક વ્યક્તિએ મહિલા ઉપર ચાકુ થી ઘાતક હુમલો કર્યો હતો ત્યારબાદ, પોતે ઝેર પી લીધું હતું. બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ઈલાજ દરમિયાન પ્રેમીનું મૃત્યુ થયું, બંને વચ્ચે લગ્ન ઉપરાંત સંબંધ હતા. આ ઘટનાથી આજુબાજુના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ.

પતિ અને બાળકોને છોડી પ્રેમી પાસે આવી મહિલા..
ગીતાબેન ઠાકોર ઉમર ૩૫ વર્ષ 3 સંતાનની માતા છે. તેનો પતિ માનસિક રૂપથી બીમાર છે. ગીતાબેન 8 મહિના પહેલા ગેડીયા ના એક ધરમશીભાઈ સાથે પરિચય થયો. તેના પણ ત્રણ બાળકો છે.બંને ફોન ઉપર વાત કરતા કરતા ક્યારે પ્રેમ કરવા લાગ્યા તેની ખબર પડી નહીં.  ગિતા પોતાના પતિ અને બાળકોને છોડી પોતાના પ્રેમી પાસે આવીને રહેવા લાગી. અહીંયા તેનો પતિ તેને બીજા લોકો પાસે મોકલતો હતો. ગીતા આનાથી ત્રાસી ગઈ.એક વાર બંને વચ્ચે ઝઘડો થયો અને ધરમશીએ ગીતા ઉપર છરીથી હુમલો કરી દીધો. ગીતાના છાતી ઉપર ઘણા હુમલા કર્યા. ત્યારબાદ ધરમશીએ ઝેર પી લીધું, તરત બંનેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન ધરમશી નું મૃત્યુ થયું.

બંને કોર્ટ મેરેજ કર્યા હતા..
મૃતક ધરમશીભાઈ ના દીકરાના જણાવ્યાનુસાર, જ્યારે મહિલા અમારા ઘરે આવીને રહેવા લાગી ત્યારે મારા પિતાએ એ મહિલા સાથે સુરેન્દ્રનગર કોર્ટમાં લગ્ન કર્યા હતા. પહેલા પતિને તેને તલાક આપી દીધો હતો. તેના બદલે પૂર્વ પતિને બે લાખ રૂપિયા પણ આપ્યા. આ ઉપરાંત પાંચ દિવસ પહેલા મારા પિતા અને તે મહિલા બંને વિરમગામ આવ્યા હતા. અહીંયા મહિલા ગુમ થઇ ગઇ. તેથી મારા પિતાએ સંબંધીઓને ત્યાં પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે તે ભોજવા માં છે. જ્યારે તેને ફોન ઉપર ભોજવા આવવાનું કહ્યું તો મહિલાનું કહેવું હતું કે હું પાછી ભોજવા નહીં આવું.તેથી મારા પિતાએ કહ્યું કે જો મારી સાથે રહેવું નહોતું તો આ બધુ કેમ કર્યું? કારણ વગર મને ફસાવી દીધો. શુક્રવારે મારા પિતા વિરમગામ ગયા અને બપોરે તેમના મૃત્યુના સમાચાર આવ્યા.

વિરમગામ પોલીસ કરી રહી છે તપાસ…
આ ઘટનાની તપાસ વિરમગામ ટાઉન પોલીસ કરી રહી છે. તપાસમાં શું બહાર આવે છે તે જાણવું બાકી રહ્યું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…