હવે હવામાં થશે બટાટાની આધુનિક ખેતી- પદ્ધતિ જાણી આંખે અંધારા આવી જશે

Share post

હાલમાં આધુનિક ખેતીને કારણે ખેતી]ક્ષેત્રમાં અનેકવિધ બદલાવ આવ્યા છે. આની સાથે જ કેટલીક આધુનિક પદ્ધતિથી ખેત ઉત્પાદન ખુબ સરળ બન્યું છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે કે, જે આપને ખુબ લાભદાયક સાબિત થશે. સોશિયલ મીડીયા પર અવારનવાર ઉપયોગી જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ એક જાણકારી લઈને આવ્યા છીએ.

કોઇપણ પાક, શાકભાજી અથવા તો છોડનું વાવેતર કરવા માટે જમીન અથવા તો માટીની જરુર પડતી હોય છે ત્યારે જો તમને એવું કહેવામાં આવે કે, હવામાં જ બટાટા ઉગશે તો? આવું સાંભળીને આશ્ચર્ય થશે પણ આ વાત એકદમ સાચી છે. હવે નવી ટેક્નોલોજીને કારણે જમીન તથા માટી વિના જ હવામાં પણ બટાટાનું વાવેતર કરી શકાશે. હરિયાણામાં આવેલ કરનાલ જિલ્લામાં આવેલ પોટેટો ટેક્નોલોજી સેન્ટર દ્વારા આ શક્ય બન્યું છે એવું પણ જણાવાયુ છે કે, આ પદ્ધતિથી બટાટાનું 10 ગણું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આની સાથે કમાણી એક નવો સ્ત્રોત પણ ઉભો થશે.

એરોપોનિક પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન :
ખેડૂતો હવેથી જમીન તથા માટી વિના હવામાં જ બટાટા ઉગાડી શકે છે. આ ટેક્નોલોજીનું નામ એરોપોનિક રાખવામાં આવ્યું છે કે, જેની મદદથી ખુબ ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મેળવી શકાશે. ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આ નવી ટેક્નોલોજી વડે વધુ નફો મેળવી શકે છે. નિષ્ણાંતો જણાવે છે કે, આ પોટેટો સેન્ટરનું ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરની સાથે MOU કરવામાં આવ્યા છે. ત્યારપછી ભારત સરકાર દ્વારા એરોપોનિક પ્રોજેક્ટને પરવાનગી આપવામાં આવી છે.

માટીના રોગોથી પણ મળે છે રક્ષણ :
ડો. મુનીશ સિંગલ સીનિયર કંસલટેંટ જણાવે છે કે, એરોપોનિક એ ખુબ અગત્યની પદ્ધતિ છે કે, જેના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે, તેનો અર્થ હવામાં બટાટા ઉગાડવા એવો થાય છે. તેમણે જણાવતાં કહ્યું હતું કે, આ પદ્ધતિમાં બટાટાને જે પોષક તત્વોની જરુરીયાત પડે છે તે માટીને બદલે લટકચતા મૂળ મારફતે આપવામાં આવે છે. માટીમાં રહેવાને લીધે થતા રોગોથી પણ બટાટા બચી જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…