આ ખાસ રીતે થતી મરચાની ખેતી ખેડૂતભાઈઓની આવકમાં કરાવશે ત્રણ ગણો વધારો, જાણો સંપૂર્ણ માહિતી

Share post

દેશના ખેડૂતો વિવિધ પાકો તેમજ ફળોની ખેતી તો કરી જ રહ્યાં છે પરંતુ સોશિયલ મીડિયામાં ઘણીવાર ખેતી સાથે સંબંધિત જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ખેતરમાં સૌપ્રથમ તો માટી પલટતા હળથી એક ઊંડું ખેડાણ કરવું જોઇએ. આવું કરવાથી માટીમાં રહેલ હાનિકારક જંતુઓ અને એનાં ઇંડા, જંતુઓની પ્યૂપા અવસ્થા અને કવકોના બીજાણુ પણ નષ્ટ થઈ જાય છે.

ત્યારપછી દેશી હળથી કુલ 3-4 વાર ખેડાણ કરીને પાટા ચલાવી ખેતરને સમતલ કરી લેવું જોઈએ. જુલાઈ મહિનાના અંત પછી એકરદીઠ કુલ 125 ટન સડેલા છાણિયાને ખાતરમાં સારી રીતે ભેળવીને અંતિમ ખેડાણ કરવું જોઈએ. વાવેતર કર્યાંના કુલ 1 મહિના પછી મરચાંના છોડની રોપણી કરવાં માટે ખેતર તૈયાર થાય છે. રોપણી કર્યાં પહેલાં નર્સરીમાં અને ખેતરમાં સામાન્ય સિંચાઈ કરવી જોઇએ. આમ કરવાથી મરચાંના છોડના મૂળ તૂટતાં નથી તેમજ છોડ આસાનીથી લાગી જાય છે.

છોડને જમીનથી કાઢ્યા પછી સીધાં તડકાંમાં રાખવા ન જોઇએ. મૂળના સારાં વિકાસ માટે માત્ર 1 લીટર પાણીમાં કુલ 5 ગ્રામ માઇક્રોરાઇઝના દરે મિશ્રણ બનાવવું. ત્યારપછી મરચાંના છોડના મૂળને કુલ 10 મિનિટ સુધી મિશ્રણમાં ડૂબાડી રાખવું. માઇક્રોરાઇઝ એક પ્રકારના જીવાણુઓનો સમૂહ છે કે, જે છોડના મૂળમાં રહીને છોડને પોષક તત્વો માટીમાંથી ઉપલબ્ધ કરાવે છે.  આ વિધિ અપનાવ્યા પછી જ ખેતરમાં મરચાંના છોડની રોપણી કરવી જોઈએ કે, જેથી મરચાંના છોડ ખેતરમાં પણ સ્વસ્થ રહે.

મરચાંના છોડની રોપણી હરોળમાં કરવી જોઇએ. હરોળનું અંતર કુલ 60 સેમી તથા છોડથી છોડ વચ્ચેનું અંતર કુલ 45 સેમી રાખવું જોઇએ. ત્યારપછી ખેતરમાં સામાન્ય માત્રામાં પાણી આપવાનું શરુ કરવું. મરચાંના છોડમાં રોપણી કરતી વખતે એકરદીઠ કુલ 45 કિલો યૂરિયા, કુલ 200 કિલો S.S.P. તથા કુલ 50 કિલો M.O.P. ખાતરને બેસલ ડોઝના સ્વરૂપમાં ખેતરમાં ભેળવી નાંખવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post