જો તમારા પશુઓ ઉપર ઈમરજન્સી આવી પડે તો, કઈપણ વિચાર્યા વગર સૌથી પહેલા કરો આ કામ

Share post

પશુપાલકોની માટે ઘણીવાર પશુઓને લઇને મુશ્કેલી સહન કરવી પડતી હોય છે. ઘણીવાર પશુઓને વિવિધ જાતના રોગ તેમજ મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. જેના કારણે ખેડૂતો ચિંતિત રહેતા હોય છે. ઘણીવાર પશુઓને ઇમર્જન્સી પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર મળી શકતી નથી.

આવી પરિસ્થિતિમાં તેમની બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે, તો આ પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર મળી જાય તો તેઓ ઘણી ગંભીર બીમારીથી બચી શકે છે. તો, ચાલો પશુપાલનને પશુઓની પ્રાથમિક સારવારને લગતા થોડા ઉપાયો વિષે જાણકારી મેળવીએ…

પશુઓ બેભાન થઈ જવા :
ઘણા પશુઓ બેભાન થવા પાછળનું કારણ પાણીમાં ડુબવા, માથા પર ઇજા, શ્વાસ રૂંધાવો તેમજ વીજળીનો કરંટ લાગવાથી જેવી પરિસ્થિતિ જ જવાબદાર હોય છે. આવી પરિસ્થિતિમાં પશુનાં માથા પર ઠંડા પાણીના પોતા રાખવાં જોઈએ. જો પશુને કરંટ લાગ્યો હોય તો માલિશ કરવી જોઈએ. જેને કારણે પશુને ગરમી મળે છે. થોડા સમય પછી પશુઓને મીઠા તેમજ બોરનું પાણી પણ આપવું જોઈએ.

શરીર પર ઘા વાગે ત્યારે :
ઘણીવાર પશુ ઇજાગ્રસ્ત હોવાથી શરીર પર ઘા લાગતાં હશે. જે કુલ 2 પ્રકારના હોય છે, પ્રથમ પરિસ્થિતિમાં ચામડી ફાટી જાય છે, તો બીજી પરિસ્થિતિમાં ચામડી ફાટતી નથી. જો પશુઓની ચામડી ફાટી જાય તો એ જગ્યાએ સોજો તેમજ લોહી જમા થઇ જતું હોય છે. જેનાથી પશુને ચેપ ન લાગે તો બીજો ભાગ ફૂલી ગયો હોય તો એના પર એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવી શકે છે.

પશુનાં કોઇ અંગનું હાડકું તૂટી જવું :
જો પશુ ખાડામાં પડી જાય તો ઘણાં ઘણીવાર એમના પગનાં હાડકાં તૂટી જતાં હોય છે. આવી પરિસ્થિતિમાં તૂટી ગયેલ ભાગને કાપડથી બાંધી દેવો જોઈએ. આની માટે ઝાડની ડાળીનો પણ ઉપયોગ કરી શકે છે. અહીં એ વાત મહત્વની છે, કે હાડકાં કુલ 2 રીતે તૂટે છે. પ્રથમ તો હાડકું બહાર આવી જાય છે.

જ્યારે બીજી પરિસ્થિતિમાં અંદર જ રહી જાય છે. પશુઓના હાડકા બહાર નીકળી જવાની પરિસ્થિતિમાં જોખમ વધી જાય છે. જો પશુના શરીરમાંથી કોઈ કારણથી રક્ત સ્ત્રાવ થવા લાગે તો પશુપાલકે ઇજાગ્રસ્ત ભાગને મજબૂત રીતે બાંધી દેવો જોઈએ અને ઉપરાંત કોઈ અન્ય કપાઈ ગયું હોય તો એને પણ મજબૂત બનાવી દેવું જોઈએ.

જો, કે આવી પરિસ્થિતિમાં પશુપાલકે કપડાં લઈને મિશ્રણમાં પલાળીને પશુના ઇજાગ્રસ્ત ભાગ પર બાંધી દેવું જોઈએ. આંખમાં કંઈક પડે તો કપડાંથી બહાર કાઢી લેવું જોઈએ. ત્યારપછી એને શુદ્ધ પાણીથી આંખોને સાફ કરી દેવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post