ઘઉં દળાવતી વખતે આ એક ખાસ વસ્તુ ઉમેરશો તો રોટલી બનશે એકદમ નરમ અને સ્વાદિષ્ટ

Share post

રોટલી એ ભોજનનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. કારણ કે દરેક ભારતીયોને સૌથી પહેલા રોટલી પહેલા જોઈએ છે. અને દરેકના ઘરમાં રોટલી સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય ટાઇમ બનતી હોય છે. જેમ શહેર ફરે અને વાતાવરણ ફેરવાઈ જાય એવી જ રીતે રાજ્ય ફરે એમ રોટલીનો સ્વાદ પણ ફેરવાઈ જાય છે. ભારતના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પ્રકારની રોટલીઓ બનતી તમે જોઈ હશે. ખાસ કરીને ગુજરાતીઓમાં રોટલીનું વલણ ખુબ વધારે છે. જો ગુજરાતીઓને રોટલી ન મળે તો ભોજન અધૂરું અધૂરું લાગે છે.

ઘઉં માંથી બનાવામાં આવતી આ રોટલીમાં ઘણી બધી કેલેરી હોય છે. રોટલી શરીરને જાડું પણ કરે છે. પરંતુ જો તમે રોટલી ખાવાના રસિયા હોવ અને તમારું શરીર નોર્મલ રાખવા માંગતા હોવ તો આજથી જ ચાલુ કરવું પડશે આ ફોર્મુલા. આ ફોર્મ્યુલા એ પ્રમાણે છે કે ઘઉં દળાવતી વખતે તેમાં થોડા સોયાબીન ભેગું કરવામાં આવે તો રોટલીનો સ્વાદ પણ ખુબ સારો આવે છે અને શરીર પણ નોર્મલ રાખે છે. માત્ર આ એક નાનું કામ કરવાથી રોટલીની પૌષ્ટિકતામાં બમણો વધારો થઇ જાય છે.

ઘઉં દળાવતી વખતે કેટલા પ્રમાણમાં લેવા જોઇએ સોયાબીન…

જયારે તમે ઘઉં દળાવવા જાવ ત્યારે તમારે તમે જેટલા ઘઉં લેતા હોવ તેના પ્રમાણમાં તેના 10માં ભાગના સોયાબીન તેમાં ઉમેરવા જોઈએ. ઉદાહરણ તરીકે તમે એકસાથે 10 કિલો ઘઉં દળાવવા જતા હોવ તો તે સમયે તમારે 1 કિલો જેટલા સોયાબીન ઉમેરવા જોઈએ. સોયાબીન ઉમેરવાથી રોટલીનો સ્વાદ અને પૌષ્ટિકતા તો વધે જ છે અને સાથે જ તે એકદમ નરમ પણ બને છે અને ઘરના લોકોને ખાવાની પણ ખુબ મજા પડે છે. તમે પણ ચોક્કસથી એકવાર આ પ્રકારની હેલ્ધી રોટલી ટ્રાય કરી જુઓ તમને તેના ફાયદા ચોક્કસ જોવા મળશે.

સોયાબીન એક હાઇ પ્રોટીન ફૂડ તરીકે ખાવામાં આવે છે જેને ઘણી રીતે ખાઈ શકાય છે. રોટલી સિવાય પણ સલાડમાં ઉમેરીને, શાકભાજી અથવા તો તેલ બનાવીને સોયાબીનને આપણા ખોરાકનો ભાગ બનાવી શકાય છે. બીજા ઘણા પ્રકારના ખાદ્ય પદાર્થો પણ સોયામાંથી બનાવવામાં આવે છે જેમ કે સોયા દૂધ, તોફુ, સોયા પેસ્ટ વગેરે જે સરળતાથી બજારમાંથી લઈ શકાય છે. આ વસ્તુઓ દ્વારા સોયાના તમામ ગુણધર્મોથી શરીરને ફાયદો થશે. ચાલો આપણે જાણીએ કે સોયા શરીર માટે કેટલું ફાયદાકારક છે.

હૃદય માટે પણ ખુબ ફાયદાકારક છે આ સોયાબીન…

સોયાબીન હેલ્ધી કોલેસ્ટરોલને વધારે છે, જે હૃદયરોગનું જોખમ પણ ઘટાડે છે. એક અધ્યયનઅનુસાર, સોયાબીનના સેવનથી શરીરમાં કુલ કોલેસ્ટ્રોલ લેવલ, એલડીએલ કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સમાં પણ ઘટાડો થાય છે. આને કારણે, ધમનીમાં કોલેસ્ટરોલ ભેગા થવાની કોઈ સમસ્યા નથી અને સાથે-સાથે લોહીનો પ્રવાહ ચાલુ રહે છે. સોયા હર્દયને સ્વસ્થ રાખે છે અને હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે. જેના કારણે હર્દય પણ ખુબ સાફ અને સ્વસ્થ રહે છે. સોયામાં રહેલા ફાઇબર અને પ્રોટીન મેદસ્વીપણાને ઘટાડવામાં પણ મદદ કરે છે. લાંબા સમય સુધી તમારા પેટને ભરી રાખતા ફાઇબર ભૂખને ઘટાડે છે, જ્યારે પ્રોટીન સ્નાયુઓનો સ્ટેમિના વધારે છે જે વધુ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

સોયા આધારિત દરેક ખોરાકમાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે, જે પાચનતંત્રમાં પચાવવા ખુબ તકલીફ ઉભી થાય છે. જેના કારણે ઝડપથી પચતા નથી. આને કારણે બ્લડ સુગર લેવલ પણ બિલકુલ વધતું નથી. ડાયાબિટીઝના દર્દીઓના સ્વાસ્થ્યને જાળવવા આ સ્થિતિને જરૂરી માનવામાં આવે છે. એક અભ્યાસ મુજબ સોયા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. સોયાબીનમાં આઇસોફ્લેવોન્સનું પમાણ વધારે છે. એક અધ્યયન અનુસાર સોયાના દૈનિક 10 થી 20 મિલિગ્રામ ખાવું જોઈએ. તેના દ્વારા પ્રાપ્ત થયેલ આઇસોફ્લેવોન્સ મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post