રાતોરાત દુર થશે પીઠ પર થયેલા ખીલ, બસ અપનાવો આ ઘરેલું ઉપચાર

Share post

આજનો મોટા ભાગનો યુવાવર્ગ ખીલની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. તેનું એકમાત્ર કારણ છે કે, બહારનું ગમે તેવું ખાવાનું.. સ્વાસ્થ્યનું વિચાર્યા વગર જે આવે તે બસ ખાઈ જ લેવાનું. ખરેખર આજના યુવાધનને વિચારવા જેવી બાબત છે કે, સ્વાદ માનવાના ચક્કરમાં પોતાનું શરીર કેટલું ખરાબ થઇ રહ્યું છે તેનો સેજમાંત્ર પણ વિચાર નથી કરી રહ્યા. પહેલા ન ખાવાનું ખાઈ લે.. અને પછી કોઈ સસ્યાઓ ઉભી થતા ઉંચી ઉંચી ફી આપીને તેની સારવાર કરાવે છે. ખીલ કોઈ બીમારી નથી પરંતુ ઉંમર પ્રમાણે આવતી શરીરની એક પ્રક્રિયા છે.

ખીલની સમસ્યા ઘણાં લોકોને રહે છે ત્યારે ખીલને લઇને લોકો ચહેરા માટે અલગ-અલગ પ્રકારની દવાઓ કરે છે. ખીલ ફક્ત ચહેરા પર જ નહિ, પરંતુ શરીરના બીજા ભાગોમાં પણ થઇ શકે છે. ચહેરા પર ખીલની સમસ્યાથી પીડાતા લોકોમાંથી 2 ટકા લોકોને પીઠમાં પણ ખીલ થતા હોય છે. ઘણા લોકોને પીઠ પર પણ ખીલની સમસ્યા છે, અને તેના ઈલાજ માટે ઘણી દવાઓ પણ કરતા હશે. શરીરમાં પીઠ પર થતા ખીલને ઘણી વખત નજરઅંદાજ કરવામાં આવે છે. પીઠ પર થતા ખીલની સમસ્યા ચહેરાના ખીલની જેમ સામાન્ય હોય છે. પરંતુ હાર્ડ ત્વચા, વધારે પ્રમાણમાં રોમ છિદ્રો, હોર્મોનલ અસંતુલન તથા તણાવ ખીલના ઉપચારને હાર્ડ બનાવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે, હવે ઘરેબેઠા જ ખીલની સમસ્યાથી છુટકારો મળી શકે છે…

પીઠ પરના ખીલ માટે સરળ ઘરેલું ઉપચાર…

સ્ટીમ બાથ
ઘણા લોકોને હંમેશા ઠંડા પાણીથી નાહવાની ટેવ હોય છે, પરંતુ ક્યારેક ગરમ પાણીથી પણ નાહવું જોઈએ. ગરમ પાણીથી સ્નાન કરવા પર ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. સ્ટીમ લેતા પહેલા તેની પીઠ પર તેલથી માલિશ જરૂર કરો.ખાસકરીને પીઠ પર તેલ જરૂરથી લગાવો. સ્ટામ ચેમ્બરમાં 10 થી 15 મિનિટ બેસવું તમારા માટે ઘણું હશે. સ્ટીમ લેવાથી શરીર પર એકઠી થયેલ ગંદકી બહાર નીકળી જાય છે અને ત્વચા ચમકદાર થઇ જાય છે. તો આ ઉપચાર એકદમ સરળ અને બિનખર્ચાળ છે.

સ્ક્રબ
ત્વચાને ગંદકી અને મૃત સ્કિનથી મુક્તિ અપાવવા માટે સ્ક્રબ કરવું ખૂબ જરૂરી છે. અને ચામડીના રોગમાં સ્ક્રબનું ઘણું આગવું મહત્વ રહેલું છે. તમે ઇચ્છો તો આ પ્રયોગ કરી શકો છો. જેનાથી રક્ત સંચાર પણ સારુ થાય છે. તમે સોલ્ટ સ્ક્રબનો પ્રયોગ કરી શકો છો. સ્નાન કર્યા બાદ એક ટીંપૂ એપ્સમ ક્ષાર અને સ્ક્રબને પીઠ પર લગાવો. થોડીક વાર મસાજ કરો. તમે આ સોલ્ટ સ્ક્રબને એક અઠવાડિયામાં એક કે બે વાર પ્રયોગ કરી શકો છો. જો તમારો હાથ ન પહોંચે તો તમે સ્ક્રબ બ્રશનો ઉપયોગ કરી શકો છો કે પછી કોઇની પણ સહાયતા લઇ શકો છો. જેના કારણે પીઠ પર રહેલા ખીલથી કાયમી છુટકારો મળી શકે છે.

તેલ મસાજ
સામાન્ય રીતે લોકોને મસાજ કરાવવું ખુબ જ પસંદ હોય છે, ઘણા લોકો હજારો રૂપિયા ખર્ચીને સ્પામાં મસાજ કરાવવા જતા હોય છે. જો તમારે પણ ખીલની સમસ્યા હોય તો, બે-બે દિવસે તમારે પીઠની મસાજ કરવી જોઇએ. સુગંધિત તેલ જેવા, બદામ,ઓલિવ કે લેવેન્ડરનો પ્રયોગ કરો. શિયાળાની ઋતુમાં આ તેલ ઘણું લાભકારક સાબિત થાય છે.

કુદરતી ઉપાય
મુલ્તાની માટી તેમજ દહીંનુ મિશ્રણ બનાવીને તમારી પીઠ પર લગાવો. તેનાથી પીઠ પર ત્વચાના ડાઘ દુર થઇ જશે. તમે તેના માટે મુલ્તાની માટીનો ઉપોયગ કરી શકો છો. તે પહેલા તમારી પીઠની ત્વચાને જરૂરી પોષણ પણ મળશે.

ડાર્ક સ્પોટ્સ
જો તમારી પીઠ પર ડાઘ હોય તો તેને છુપાવવા માટે કંસીલરનો પ્રયોગ કરો. તેના માટે તમારે મેડિકેટેડ કંસીલરનો પ્રયોગ કરવો જોઇએ. જેનાથી પિમ્પલથી છૂટકારો મળે છે અને ડાઘ પણ દૂર થશે.

ફાસ્ટફૂડ જમવાનું ટાળો…
આજના યુવાધનને ઘર કરતા બહારનું વધારે પસંદ આવે છે, પરંતુ આ પ્રકારના રોગ ધરાવતા લોકોને બહારનું જંકફૂડ બંધ કરવું પડશે. જો તમે પીઠના ખીલથી છૂટકારો મેળવવા માંગો છો તો જંક ફુડ ટાળો. તેનાથી ત્વચાની ચમક બરાબર રહેશે અને સ્કિન પર નિશાન પણ નહીં રહે. જંક ફૂ઼ડ ખાવાથી એક્નેની સમસ્યા વધે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…