કારેલાની વૈજ્ઞાનિક ખેતી દ્વારા ખુબ ઓછા સમયમાં આ ખેડૂતભાઈએ મેળવી ઉંચી સફળતા, લાખોમાં છે કમાણી…

Share post

હાલમાં ખેતીમાંથી કેટલાંક ખેડૂતો શિક્ષિત લોકો કરતાં પણ વધુ આવક મેળવી રહ્યાં છે. ઘણીવાર એવાં સામાચાર સામે આવતા હોય છે કે, ખેડૂતો કઈક જુદી જ પ્રકારની ખેતી કરીને એમાંથી આવક મેળવી રહ્યાં હોય. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.મહીસાગર જિલ્લામાં આવેલ વિરપુર તાલુકાનાં લીંબરવાડા ગામનાં પ્રગતિશીલ ખેડૂત નટવરભાઇ સોમાભાઇ વણકર તેઓ ખેત વ્યવસાયની સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની કુલ 20 ગુંઠા જમીનમાં કારેલા શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને આર્થિક સધ્ધરતાની સાથે સફળતાનાં સોપાન પાર કર્યા છે.

સરકાર તરફથી યોજવામાં આવતા ‘કૃષિ મહોત્સવ’  તથા ‘કૃષિ મેળા’ માં ભાગ લઇને માર્ગદર્શન મેળવી આ ઉત્સાહી પ્રગતિશીલ ખેડૂતે પોતાની ડાંગર, મકાઇની પરંપરાગત ખેતીની સાથે-સાથે તેઓ શાકભાજીની આધુનિક ખેતી બાજુ વળ્યાં છે.નટવરભાઈ સોમાભાઈ છેલ્લા કુલ 5 વર્ષથી ‘આત્મા પ્રોજેક્ટ’ની સાથે જોડાયેલા છે. જે પહેલા તેઓ જૂની પધ્ધતિથી પરંપરાગત ખેતી કરી રહ્યાં હતા. તેઓ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ લાવવામાં કાળજી રાખતા ન હતા. જેને કારણે ખેતી ખર્ચનાં વધારાની સાથે જ ઉત્પાદન પણ ખુબ ઓછુ મળતું હતું.

તેઓએ ‘આત્મા પ્રોજેક્ટ’માં તાલીમ મેળવીને ખેતીલક્ષી વિવિધ માહિતી મેળવી વૈજ્ઞાનિક પધ્ધતિ થી શાકભાજીની ખેતી કરવાની પ્રેરણા મળી હતી.એમણે કારેલા શાકભાજી ખેતીની વાવણી કરતાં સમયે કૃષિ વૈજ્ઞાનિકો અને આત્મા યોજનાનાં અધિકારીઓ દ્વારા મળેલ માર્ગદર્શન પ્રમાણે કુલ 2 ચાસ તથા કુલ 2 છોડની વચ્ચે યોગ્ય અંતરની જાળવણી તથા ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણનુ વાવેતર કરીને વધારે ઉત્પાદનની સાથે આવક પણ વધારે મેળવતા થયા છે. માત્ર 20 ગુંઠા જમીન વિસ્તારમાં કારેલાની વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવા લાગ્યા હતાં.

જેમાં તેઓએ જરૂર પ્રમાણેના બીજના જથ્થાની સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા કરેલાના બિયારણને યોગ્ય સમયે વાવણી કરીને સમયસર પિયત તેમજ ખાતર વ્યવસ્થાપન, સમયસર નિંદામણ તથા આંતરખેડ કરીને ખુબ જાળવણી પૂર્વક ખેતી કરીને ઉત્પાદન વધુ મેળવી રહ્યાં છે. કારેલા શાકભાજી પાકોમાં કારેલાનાં પાકમાં નર તથા માદા ફુલોના સંકરણથી જે બીજ તૈયાર કરવામાં આવે છે એ ખુબ જ સારી ગુણવત્તાવાળું બિયારણ ઉત્પન્ન થવાથી કમાણી પણ બમણી  થઇ છે.

નટવરભાઇએ જણાવતાં કહ્યું હતું કે, ઓછા જમીન વિસ્તારમાં ઓછી મહેનતે, ઓછા ખર્ચે તેમજ ટૂંકા સમયગાળાવાળી કારેલાની આધુનિક ખેતીની પધ્ધતિથી કુલ 20 કિગ્રાના કુલ 26,000 રૂપિયા મળે એવું કારેલાનું બીજ ઉત્પાદન કરીને ઓછી જમીનમાં વધુ કમાણી કરી શકાય. એમણે પોતાની કુલ 20 ગુંઠા જમીનમાંથી કુલ 1,56,000ની આવક મેળવી છે.

આની સાથે ટપક સિંચાઈ પધ્ધતિથી પાણીનો બચાવ તેમજ નિંદામણ તથા જંતુનાશક દવાઓનાં ઓછા ઉપયોગથી ખેત વધુ ઉત્પાદન કરીને નફો વધુ મેળવી રહ્યાં છે. નટવરભાઈની આધુનિક કારેલાની ખેતી પધ્ધતિની કામગીરી જોઈને એમના ગામના તેમજ બીજા ગામના ખેડુતો પણ આવીને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિથી કારેલાની ખેતી કરવા માટે પ્રેરણા મેળવી રહ્યાં છે. આ ખેતી ઓછા પાણીવાળા વિસ્તારની માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post