જાણો શ્રાવણ મહિનાના દરેક વારનો અનોખો મહિમા અને સોમવારના દિવસે થતી ભગવાન શિવની વિશેષ પૂજા વિશે

Share post

શ્રવણ નામનાં નક્ષત્ર પરથી શ્રાવણ મહિનાનું નામ રાખવામાં આવેલ છે. આની પાછળ ચોખ્ખું ગણિત તથા ખગોળીય સ્થિતિનું રહસ્ય રહેલું છે. શ્રાવણ મહિના દરમિયાન રાત્રિનાં સમયે શ્રવણ નક્ષત્ર સતત હાજરી જ પુરાવે છે. જો, વાદળ ન હોય તો પણ શ્રવણ નક્ષત્ર સુંદર રીતે જ જોવાં મળે છે.

જન્મ કુંડળીનાં બાર સ્થાનને બાર ચંદ્રમાસની સાથે સાંકળવામાં આવે તો પવિત્ર શ્રાવણ મહિનામાં દસમાં સ્થાન પર-કર્મભુવનમાં સમાય છે. શ્રાવણ મહિનાનાં આરાધ્ય દેવ ભગવાન મહાદેવ છે. ભગવાન મહાદેવ એ શુદ્ધ જ્ઞાનનાં દેવતા છે. પ્રાણાયામ તેમજ શ્વાસ ઉચ્છ્વાસની સાથે જ સંકળાયેલ છે. સ્વરોદયશાસ્ત્ર-સ્વર વિજ્ઞાનનાં પ્રણેતા ભગવાન શિવને જ ગણવામાં આવે છે.

અષાઢ વદ અમાસથી કારતક સુદ અગિયારસ દેવ ઊઠી એકાદશી દરમિયાનનાં અંદાજે કુલ 100 દિવસ આરાધના કરવિ એ ઘણી યોગ્ય બની રહે છે. એમાં પણ શ્રાવણ માસનાં કુલ 30 દિવસ તો ધર્મશાસ્ત્રની સાથે જ ખુબ ગાઢ રીતે સંકળાયેલ છે. સોમવારનાં રોજ શિવપૂજાની વિશિષ્ટ પદ્ધતિ તેમજ મહત્વ જોવાં મળે છે.

શ્રાવણ મહિનાનાં પહેલાં સોમવારનાં રોજ શિવની પૂજા ચોખાથી કરવાંનો વિશેષ મહિમા રહેલો છે. શ્રાવણ મહિનાનાં બીજા સોમવારનાં રોજ શિવપૂજા તલથી એટલે કે ખાસ કરીને તો કાળા તલથી કરવાનો વિશેષ મહિમા રહેલો છે. શ્રાવણ મહિનાનાં ત્રીજા સોમવારનાં રોજ શિવપૂજા મગથી કરવાનો વિશેષ મહિમા રહેલો છે.

શ્રાવણ મહિનાનાં ચોથા સોમવારનાં રોજ શિવપૂજા જવથી કરવાનું ખાસ મહત્ત્વ રહેલું છે. મોટાભાગે શ્રાવણ મહિનામાં કુલ 4 જ સોમવાર આવતાં હોય છે, પણ ક્યારેક કુલ 5 સોમવાર પણ આવતાં હોય છે ત્યારે પાંચમા એટલે કે અંતિમ સોમવારનાં રોજ સત્તુ એટલે કે સાથવાથી શિવપૂજા કરવાનું મહત્ત્વ રહેલું છે.

પંચાંગ ગણિત પ્રમાણે કુલ 5 સોમવાર જ હોય છે, જયારે મોટેભાગે તો સોમવતી અમાસ જ આવતી હોય છે. તેથી આ દિવસે શિવપૂજાનું મહત્ત્વ ખાસ વધી જતું હોય છે.

અન્ય વારનો મહિમા :
પવિત્ર શ્રાવણ મહિનામાં દર રવિવારનાં રોજ આદિત્ય પૂજનનું પણ ઘણું મહત્ત્વ રહેલું છે. સૂર્યનારાયણની ભક્તિ તેમજ પૂજા કરવાંથી પણ મનુષ્યને આરોગ્ય તથા આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે.

આ મહિનાનાં તમામ મંગળવારનાં રોજ મંગળાગૌરીનાં પૂજનનો પણ વિશેષ મહિમા રહેલો છે. એમાં પણ ખાસ કરીને તો પાર્વતીજીની પૂજા કરવામાં આવે છે. આ પ્રથા સમાજમાં માત્ર નારીને-સ્ત્રીવર્ગને આદરથી જોવાનો સંદેશ આપવાં માટે જ છે.

આ મહિનામાં તમામ બુધવારનાં રોજ બુધ પૂજન એટલે કે વિષ્ણુનાં પૂજનનો પણ ખૂબ મહિમા રહેલો છે.

પવિત્ર શ્રાવણ મહિનાનાં તમામ ગુરુવારનાં રોજ બૃહસ્પતિ પૂજન એટલે કે ગુરુ ગ્રહની ભક્તિ કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે. જે જ્ઞાન, વિદ્યા તેમજ સાચી સમજની સાથે સંતાનસુખની પણ વૃદ્ધિ કરે છે.

આ મહિનાનાં દર શુક્રવારનાં રોજ જીવંતિકાનાં પૂજનનો પણ મહિમા રહેલો છે. માતા પોતાનાં સંતાનની રક્ષા-શુભ ભાવનાની માટે લાલ તથા ગુલાબી વસ્ત્ર પણ પરિધાન કરે છે.

આ મહિનાના તમામ શનિવારનાં રોજ અશ્વસ્થ મારુતિ પૂજન એટલે કે હનુમાનજીની પૂજા-અર્ચના કરવાનો પણ મહિમા રહેલો છે.

આમ, તમામ પ્રકારની ભક્તિ કરીને શ્રાવણ મહિનામાં વ્યક્તિ પોતાનાં ધર્મ, સમૃદ્ધિ તથા આરોગ્યની વૃદ્ધિ માટે પણ સાત્ત્વિક પ્રયાસ તો કરે જ છે. પવિત્ર શ્રાવણ મહિનામાં સોમવારનાં રોજ  સોમનાથ ખાતે ચંદ્રદર્શન પૂજાનો પણ વિશેષ મહિમા રહેલો છે. ચંદ્ર તો સામાન્ય રીતે દરરોજ કુલ 48-50 મિનિટ મોડો જ ઊગે છે.

ચંદ્રને વનસ્પતિ, ખેતીવાડી, બાગાયત તેમજ કૃષિ ઉપજની સાથે પણ ગાઢ સંબંધ રહેલો છે. તેથી આ મહિનામાં જળાશય શુદ્ધિનાં કાર્ય તેમજ જળસંચય પર પણ ખુબ ભાર મૂકવામાં આવ્યો છે.શ્રાવણ મહિનાની પૂનમને આપણે સૌ રક્ષાબંધન તેમજ નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખીએ જ છીએ.

આ પૂનમ દરિયા ખેડુની માટે તેમજ સમગ્ર સમાજ જીવન માટે પણ ખુબ જ મહત્ત્વનો દિવસ રહેલો છે. પહેલાનાં સમયમાં શ્રાવણી પૂનમનાં રોજ ફક્ત જનોઈ ધારી લોકોને જનોઈ બદલવાનું જ મહત્ત્વ રહેલું હતું. જૂનાં સમયમાં શ્રાવણ મહીનાનાં પ્રથમ રવિવારનાં રોજ  ‘વીર પસલી’નું પર્વ હતું. આ પરંપરામાં તમામ ભાઈ પોતાની બહેનને સાચાં અર્થમાં આર્થિક સહયોગ તેમજ શુભેચ્છા પાઠવીને પણ ઘણાં મદદરૂપ થતાં હતાં. આજે ‘વીરપસલી’નો દિવસ તો સાવ ભુલાઈ જ ગયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…