છેલ્લા દોઢ વર્ષમાં એક જ ગૌશાળા માંથી એટલા પશુઓ ગાયબ થયા કે, આંકડો જાણી અંધારા આવી જશે

Share post

હાલમાં ખબર મળી છે કે, પોરબંદર નગરપાલિકા સંચાલિત ઓડદરની ગૌશાળામાં દોઢેક વર્ષમાં ૨૩૦ જેટલી ગાયો, વાછરડા ઓછા થઈ ગયા છે અને તે કયાં ગયા? તે જાહેર નહીં કરાય તો ચિમકી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કચેરીને ઘેરાવ કરવામાં આવશે. તેવું વહીવટદારને આવેદનપત્ર પાઠવીને કહેવામાં આવ્યું.

પોરબંદર નગરપાલિકા સંચાલિત ગૌશાળા ઓડદર ગામે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મુલાકાત લીધી હતી ત્યારે ફકત ૭૦ જેટલા ખુંટીયા હતા અને આશરે દોઢ વર્ષ પહેલા ૩૦૦ ગાયોને મળીને કેટલાય ખુંટીયાઓ પણ હતા. હાલ ઓછામાં ઓછા ૨૩૦ની આસપાસ ગાયો અને વાછરડા ગાયબ થયા છે જેથી આગેવાનો આશ્ચર્યચકીત થઈ ગયા કે આ ગાયો અને વાછરડા કયાં ગયાં?

તે દરમિયાન પોરબંદર છાંયા નગરપાલિકાના વહીવટદારને ઉગ્ર રજૂઆત કરતા કહ્યું કે, આ આટલી ગૌમાતાઓ અને વાછરડાનું શું થયું? તે ૮ દિવસની અંદર તપાસ કરી અને જવાબ મળવો જોઈએ, જો આમ નહીં થાય તો સોમવારે ધરણા કરી અને મ્યુનિસિપાલીટીનો ઘેરાવ કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post