આ ગામનાં લોકો હનુમાનજીની જગ્યાએ પર્વતને દેવતા માની કરી રહ્યા છે એની પૂજા  -જાણો આની પાછળનું ચોકાવનારૂ કારણ  

Share post

ઉત્તરાખંડમાં આવેલ ચામોલી જિલ્લામાં જોશીમઠથી અંદાજે 50 કિમી દૂર સ્થિત નીતિ ગામ છે. આ ગામમાં દ્રોણાગિરી પર્વત આવેલ છે. આ પર્વતનો ઇતિહાસ રામાયણકાળની સાથે જોડાયેલ છે. એવી માન્યતા છે કે, શ્રીરામ-રાવણ યુદ્ધમાં મેઘનાથના દિવ્યાસ્ત્રથી લક્ષ્મણ બેભાન થઇ ગયા હતા ત્યારે હનુમાનજી દ્રોણાગિરી પર્વત પર સંજીવની બૂટી લેવા માટે આવ્યા હતા.

અહીંના લોકો આ પર્વતને દેવતા માનતા આવ્યાં છે. હનુમાનજી આ પર્વતનો એક ભાગ લઇ ગયા હતા. આને લીધે ગામના લોકો હનુમાનજીની પૂજા કરતા નથી. હનુમાનજી સંજીવની બૂટીને ઓળખી શકતા ન હતા ત્યારે એમણે દ્રોણાગિરી પર્વતનો એક ભાગ ઉખાડી લીધો હતો તેમજ આ ભાગને લંકા લઇને ચાલ્યા ગયા હતા. આ પર્વત બદ્રીનાથ ધામથી અંદાજે 45 કિમી દૂર આવેલ છે.

બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ જણાવતાં કહે છે કે, હાલમાં પણ દ્રોણાગિરી પર્વતનો ઉપરનો ભાગ કપાયેલો જોવા મળે છે. આ ભાગને આપણે આસાનીથી જોઇ શકીએ છીએ.

ઠંડીની ઋતુમાં આ ગામ ખાલી થઇ જાય છે :
દ્રોણાગિરી પર્વતની ઊંચાઇ કુલ 7,066 મીટર છે. અહીં ઠંડીમાં ખુબ બરફવર્ષા થાય છે. આને લીધે ગામના લોકો અહીંથી દૂર જગ્યાએ રહેવા માટે જતા રહે છે. ગરમીના સમયગાળામાં જ્યારે અહીંનું હવામાન રહેવા લાયક થઇ જાય છે ત્યારે ગામના લોકો અહીં પરત આવી જાય છે.

દ્રોણાગિરી પર્વત પર ટ્રેકિંગ કરવા માટે ઘણા લોકો આવે છે :
ઉત્તરાખંડનાં ચમોલી જિલ્લામાં આવેલ જોશીમઠથી મલારી બાજુ અંદાજે 50 કિમી આગળ જુમ્મા નામની એક સ્થળ આવ્યું છે. અહીંથી દ્રોણાગિરી ગામ માટે પગપાળા માટેનો રસ્તો શરૂ થઇ જાય છે. અહીં ધૌલી ગંગા નદી પર બનાવવામાં આવેલ પુલના બીજા ભાગમાં સીધા પહાડોની જે શ્રૃંખલા જોવા મળે છે, એને પાર કર્યા પછી દ્રોણાગિરી પર્વત પહોંચી શકાય છે. સંકરી પહાડીનો પગદંડીવાળો અંદાજે 10 કિમીનો માર્ગ ખૂબ જ મુશ્કેલ છે. ટ્રેકિંગનો શોખ રાખતાં ઘણા લોકો અહીં આવે છે.

જૂન માસમાં દ્રોણાગિરી પર્વતની પૂજા શરૂ થાય છે :
દર વર્ષે જૂન મહિનામાં ગામના લોકો દ્રોણાગિરી પર્વતની વિશેષ પૂજા કરે છે. આ પૂજામાં ગામના લોકોની સાથે અહીંથી બીજા રાજ્યોમાં રહેતાં લોકો પણ સામેલ થવા માટે આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post