જમીનમાં અડધું દટાયું હતું જીવતું નવજાત, ખેડૂતોએ ભગવાન બની આપ્યું નવજીવન

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર હ્રદય કંપી ઉઠે એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી રહી છે.   મહારાષ્ટ્રમાં આવેલ પુણેમાં ગુરુવારનાં રોજ ખેડૂતોએ એક નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો, જેને કુલ 2 લોકો જીવતા જ જમીનમાં દાટવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આરોપીઓ બાળકને અડધું જમીનમાં દાટી પણ ચૂક્યા હતા પરંતુ પણ બાળકનાં રડવાનો અવાજ સાંભળીને ખેડૂતો ત્યાં પહોંચી ગયાં હતા.

આની સાથે જ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતાં. જો કે, પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે એની પહેલા જ આરોપીઓ ખેડૂતોને ધક્કો મારીને ત્યાથી ભાગી ગયાં હતા. નવજાત બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યું છે. ડોકટરના જણાવ્યા પ્રમાણે, એની તબિયત સારી છે. આરોપીઓ બાળકને લપેટી લાવ્યા હતા. ખેડૂતોએ જણાવતાં કહ્યું હતુ કે, જો થોડો પણ વિલંબ થયો હોત તો આરોપીઓએ બાળક દફનાવી દીધું હોત.

ખેડૂતો: જો થોડું પણ મોડું થયું હોત તો બાળકને દફનાવી દીધું હોત
આ હ્રદયસ્પર્શી ઘટના મહારાષ્ટ્રનાં પુણેમાં આવેલ પુરંદરના અંબોડી વિસ્તારમાં બની છે. પ્રકાશ પાંડુરંગ નામના એક ખેડૂતે જણાવતાં કહ્યું હતું કે, બંને આરોપીએ બાળકને અડધું દફન કરી દીધું હતું તેમજ જો થોડો પણ વિલંબ થયો હોત તો તેઓ બાળકને સંપૂર્ણપણે દફનાવી દેત. તે જમીનમાં દટાઈ જવાને લીધે જોર-જોરથી રડીને ચીસો પાડી રહ્યું હતુ.

સાસવડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.એસ.હાકેએ જણાવતાં કહ્યું હતું કે, અમને ફોન મારફતે ઘટનાની જાણ કરવામાં આવી હતી. આની સાથે જ અમે એક ટીમ ઘટનાસ્થળ પર મોકલી આપી હતી. બાળકની ઓળખ થઈ શકી નથી. આરોપી બાઇક લઇને આવ્યા હતા. આજુબાજુના બધાં જ CCTV કેમેરા જપ્ત કરી લેવામાં આવ્યા છે. એનાં મારફતે બાઇકનો નંબર ટ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post