તૂટેલા ઝાડ માંથી કલાકારે એવું સર્જન કરી નાખ્યું કે, આજે લાખોમાં કિંમત છે આ ઝાડની – જુઓ વિડીયો 

Share post

વિશ્વમાં એવા પણ કેટલાંક કલાકારો છે કે, જેમને કચરામાંથી પણ ક્રિએટિવિટી કરવાનું સુઝી આવતું હોય છે. કોઈ વ્યક્તિ લાકડાના છોલમાંથી કંઈક બનાવી કાઢે છે તો કોઈ ખાલી થઈ ગયેલ દીવાસળીની પેટીમાંથી અવનવુ બનાવતાં હોય છે. આટલું જ નહીં પરંતુ સિલાઈ કરવાના દોરા જે કોકડીમાં વીંટાઈને આવે છે એના ખાલી રાઉન્ડ બોક્સમાંથી પણ લોકો ઉપયોગી તેમજ આકર્ષક વસ્તુઓ બનાવતાં હોય છે.

UK ના નોર્થ વેલ્સના Simon O’Rourke એક અનોખા તથા અદભૂત આર્ટિસ્ટ છે. જે નારીની મૂર્તિઓ બનાવવામાં ખુબ માહિર છે. સાયમનનું સોશિયલ મીડિયા પેજ તેમજ વેબપેજ એના શ્રેષ્ઠ કામ અને કલા-કારીગીરીની સાક્ષી પૂરે છે. એનું કામ જોઈને લોકો ચોંકી ઊઠે છે. વૃક્ષ નાનું હોય કે મોટું પણ એમાં કરવામાં આવતી ક્રિએટિવિટી ખુબ વિશાળ હોય છે. આંખને આકર્ષિત કરી દે એવી હોય છે.

જ્યારે એણે એક કુલ 50 ફૂટ ઊંચા ક્ષતિગ્રસ્ત વૃક્ષમાં નવા પ્રાણ પૂરી દીધા હતા ત્યારે લોકો એને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયાં હતા. એણે પોતાના આવા કામની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેને જોઈ તમામ વ્યક્તિ કહી ઉઠશે કે, વાહ. આવી કૃતિ જોનારને જલસો પડી જાય પણ એની માટે અથાગ મહેનત કરવી પડતી હોય છે.

ઝાડને ડિઝાઈન કરવા માટે સાયમને એક ટેન્ડર ભર્યું હતું. જેમાં જીત થતા એણે પોતાનું કામની શરૂઆત કરી હતી. પોતા કામની શરૂઆત કરતા પહેલા એણે ઘણુ સંશોધન કર્યું છે. જેમાંથી એ જાણવા મળ્યું હતું કે, ક્યા વિસ્તારમાં આટલા વૃક્ષો આવેલ છે. અન્ય કેટલાંક વૃક્ષો કરતા આ વૃક્ષ સૌથી મોટું હતું. ત્યારપછી એણે નિર્ણય લીધો કે, આ વૃક્ષમાં તે હાથની કૃતિ તૈયાર કરશે.

 

View this post on Instagram

 

The moon was out today, framed nicely through the Oak lady! #sculpture #simonorourke #stihl #chainsawart #classicalsculpture

A post shared by Simon James O’Rourke (@simonorourke) on

આની ઉપરાંત કલાકાર ખાસ પ્રકારના ઓર્ડર પર પણ કામ કરે છે. જો કોઈ ભારતીયને આવી કૃતિ તૈયાર કરાવવી હોય તો અંદાજે કુલ 8,94,000 રૂપિયાનો ખર્ચો કરવો પડશે. આ હાથની કૃતિથી તે કહેવા માંગે છે કે, કેવી રીતે એક વૃક્ષ આકાશ સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ એને અઢળક પ્રતિસાદ આપી રહ્યા છે. એની અવનવી કૃતિના પ્રશંસા કરી રહી છે. આ સમગ્ર આર્ટવર્કને ટ્રી કાર્વિંગ કહેવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post