ચોરવાડના પ્રગતિશીલ ખેડૂતભાઈએ કરી અઝોલાની સફળ ખેતી – પશુપાલકોને પણ થશે ખુબ ઉપયોગી, જાણો કેવી રીતે?

Share post

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદવાળા વિસ્તારમાં ડાંગરનું ઉત્પાદન કરનારને કુલ 10 કિલો નાઈટ્રોજનની જગ્યાએ કુલ 60 કિલો યુરિયાના રૂપમાં તેમજ લીલા અઝોલા ફેરરોપણી પછી કુલ 600 ગ્રામ ચોમી આપવાથી માત્ર 25 દિવસમાં અઝોલા ખેતરમાં છવાઈ જાય છે. આ પદ્ધતિએ ખાતર આપવાથી યુરિયાના રૂપમાં આપતા કુલ 100 કિગ્રા નાઈટ્રોજન હેક્ટરની તુલનામાં નફો થાય છે. અતિભારે વરસાદવાળા વિસ્તારોમાં ઉનાળુ ડાંગરનું વાવેતર કરતા ખેડૂતો ડાંગરના પાકમાં કુલ 16% જેટલી વધારે આવક મેળવવા તાજા અઝોલા હેક્ટરદીઠ 1 ટન મુજબ ફેરરોપણી કર્યાં પછી એક સપ્તાહમાં પહેલી રોપણી કર્યા પછી જમીનમાં ભેળવવાની પદ્ધતિ અનુસરવી જોઈએ.

ચોરવાડના પ્રગતિશિલ ખેડૂતે કરી અઝોલાની સફળ ખેતી:
ગુજરાતનાં કાશ્મીર તરીકે પ્રખ્યાત ચોરવાડ વિસ્તારમાં નાગરવેલ, નાળિયેર, કેસર કેરી તથા સોપારી સહિત ઘણાં બાગાયતી પાકોનુ પુષ્કળ ઉત્પાદન કરવામાં આવે છે પણ દરિયાના ખારા પાણીને લીધે ગુજરાતના આ કાશ્મીર સમા ચોરવાડ પંથકની હરિયાળી પ્રતિદિન ખુબ ઓછી થતી જાય છે. આવા સમયમાં ચોરવાડના પ્રગતિશીલ ખેડૂત વરજાંગભાઇ વાજાએ ખારા તથા મીઠ્ઠા પાણીથી વેસ્ટ વસ્તુમાં અઝોલાની ખેતીની શરૂઆત કરી છે.

સતત વધતા જતા ઘાસચારાના ભાવથી હવે પશુપાલનનો વ્યવસાય પોસાય તેમ નથી ત્યારે અઝોલાનો ચારો પશુઓ માટે ઉત્તમ માનવામાં આવે છે. આની સાથે જ અઝોલા પશુઓને આહારમાં આપવાથી દૂધ ઉત્પાદનમાં પણ કુલ 15% જેટલો વધારો થાય છે. આમ, ઘણી રીતે અઝોલાની ખેતીથી ખેડૂતોને ફાયદારૂપ સાબિત થાય છે.

ચોરવાડના પ્રગતિશીલ ખેડૂત પોતાની ખેતીમાં અવનવા પ્રયોગ કરતા રહેતાં હોય છે. ખેતીમાં વિશેષતા લાવવા માટે તેઓ વિદેશનાં પ્રવાસ પણ કરી રહ્યાં છે. જેમાં તેઓ ઓર્ગેનિક ખેતીના માર્ગદર્શન માટે ભુતાનનો પ્રવાસ પણ કરી ચૂક્યા છે. આ ખેડૂતે ડ્રેગન ફ્રૂટ, સફેદ જાંબુ, લાલ જામફળ, ચિકુ, દાડમ, સોપારી, નાળિયેર, સરગવો તથા શાકભાજી સહિત ઘણાં પાકો ઉગાડે છે. અહીં મહત્વની વાત તો એ છે કે, આ બધી જ ખેતી વરજાંગભાઈ ગાય આધારીત શૂન્ય બઝેટથી કરી રહ્યાં છે.

હાલમાં વરજાંગભાઇ ખારા-મીઠા પાણીનો ઉપયોગ કરીને વેસ્ટ ભંગારના વાસણો તથા પ્લાસ્ટિક અને ખાલી બોરીઓ વગેરેમાં અઝોલાની ખેતી કરે છે. અઝોલાનો ઉપયોગ પશુઓને ખોળને બદલે આપી શકાય છે તેમજ અઝોલાને આહારમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અઝોલાની ખેતીના આ નવતર પ્રયોગથી ખેડૂતો હવે ખેતીની સાથે જ પશુપાલનના વ્યવસાયમાં પણ ખુબ ઓછા ખર્ચે વધારે કમાણી કરી શકશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post