રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ- પ્રેમિકાને પામવા પત્નીને માથા પર સળીયાના ઘા મારી…

Share post

પ્રેમ માટે કેટલાય લોકોની જિંદગી બની ગઈ છે અને કેટલાય લોકોની જિંદગી બરબાદ થઇ ગઈ છે. અવારનવાર તમે એવી ઘટનાઓ સાંભળતા હશો કે પ્રેમ માટે ફલાણા વ્યક્તિએ ફલાણા વ્યક્તિની હત્યા કરી નાખી. ખાસ કરીને લગ્ન થયા બાદ આવી ઘટનાઓ વધારે પ્રમાણમાં સામે આવતી હોય છે. પતિના બીજા અફેર્સના કારણે ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. ગુજરાતના રાજકોટ શહેરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે.

પ્રેમ માટે લોકો બીજાની હત્યા કરવામાં પણ અચકાતા નથી. રાજકોટ શહેરમાં હાલમાં જે ઘટના સામે આવી એ ખરેખર બધાને ધ્રુજાવી દે એવી છે. પત્ની કરતાં પ્રેમિકાને વધારે મહત્વ આપીને પત્નીને પરલોકમાં પહોંચાડી દીધી. રાજકોટ શહેરમાં પ્રેમિકાને પામવા માટે પતિએ જ પત્નીની હત્યા કરી નાંખી છે. પ્રેમિકા માટે પતિએ પત્નીની હત્યા કરી હોવાના સમાચારા સામે આવ્યા છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાજકોટના એક યુવકે પ્રેમિકાને પામવા માટે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લોકો વચ્ચે બહાનું બનાવી દીધું હતું.

પતિ તેની જ પત્નીની આવી રીતે હત્યા કરી શકે એ તમે ક્યારેય પણ નહિ વિચાર્યું હોય. પતિએ માથાના ભાગે પત્નીને સળિયાના ઘા મારવાથી પત્નીનું નિધન થયું છે. મૃતક મહિલાના પિતાએ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પ્રેમિકાને પામવા માટે પતિએ પત્નીની હત્યા કરવાની ખબર મૃતકના પિતાએ આપી હતી. અહિયાં તરુણાબેન નામની મહિલાની હત્યા થઈ છે. આ ઘટના હેઠળ હત્યારાઓમાં બાલકૃષ્ણ ટાંક અને સિધ્ધરાજનું નામ સામે આવ્યું છે.

આ ઘટનાના આરોપીએ માથાના ભાગે સળિયાના ધા મારી પત્નીની હત્યા કરી નાંખી છે. પત્નીની હત્યા કરીને મૃતદેહ કણકોટ પાસે ફેંકી દીધો હતો. ચાલાક પતિ લોકો વચ્ચે એવું કહેતો હતો કે મારી પત્ની 3 દિવસથી ગુમ છે. પરંતુ પતિનું આ નાટક લાંબુ ચાલ્યું નહિ અને પોલ ખુલી ગઈ. હાલમાં મૃતકના પિતા રામજીભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ પોલીસ અધિકારીઓએ પણ આગળ તપાસ હાથ ધરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post